Sohammed Shami : મોહમ્મદ શમીને અરેસ્ટ ન કરશો, જાણો કોણે અને કેમ આવુ કહ્યું?
વર્લ્ડ કપની પહેલી સેમિફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચના હિરો રહેલા મોહમ્મદ શમીને લઈને દિલ્હી પોલીસે એક ટ્વિટ કર્યુ છે. જે વાયરલ થઈ રહ્યું છે.
ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હરાવીને શાનદાર જીત મેળવી છે. આ મેચમાં રન સાથે રેકોર્ડનો પર વરસાદ જોવા મળ્યો. એક તરફ વિરાટ કોહલીએ સચિન તેંડુલકરની સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડ્યો તો બીજી તરફ મોહમ્મદ શમીએ 7 વિકેટ લઈને સફાયો બોલાવ્યો.

મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે. મેચમાં એક સમય એવો આવ્યો જ્યારે ન્યૂઝીલેન્ડ મજબૂત દેખાતું હતું પરંતુ શમીના ઘાતક બોલે આખી ગેમ બદલી દીધી. આ મેચ બાદ માત્ર શમીની જ ચર્ચા થઈ રહી છે.
પ્રસંશા વચ્ચે દિલ્હી પોલીસ અને મુંબઈ પોલીસ બંનેએ શમીને લઈને એક ટ્વિટ શેર કર્યુ છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
શમીએ મેચમાં 7 વિકેટ લેતાની સાથે જ દિલ્હી પોલીસે મુંબઈ પોલીસને ટેગ કરીને લખ્યું કે, મુંબઈ પોલીસ, અમે આશા રાખીએ છીએ કે તમે આજે આ હુમલા માટે મોહમ્મદ શમીની ધરપકડ નહીં કરો. INDvsNZ #CWC2023 #Shami
You missed pressing charges of stealing innumerable hearts @DelhiPolice and listing a couple of co-accused too😂
— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) November 15, 2023
P.S.: Dear citizens, both the departments know the IPC thoroughly and trust you for a great sense of humour 😊 https://t.co/TDnqHuvTZj
આ ટ્વિટ પર મુંબઈ પોલીસે દિલ્હી પોલીસને જવાબ આપ્યો કે, @DelhiPolice તમે અસંખ્ય લોકોના દિલ ચોરવા માટે કલમો લગાવવાનું ભૂલી ગયા છો અને તમે સહ-આરોપીઓની યાદી પણ આપી નથી. તમને જણાવી દઈએ કે બંનેની ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.
બંને પોલીસના વખાણ કરતા એક યુઝરે લખ્યું કે, શમીના કારણે જ આજે અમે સાચી દિવાળી ઉજવી શક્યા છીએ, જ્યારે અન્ય એક વ્યક્તિએ ટ્વિટ કર્યું કે, આ બન્ને હેન્ડલ ચલાવનારા લોકોની પ્રશંસા કરવી જોઈએ. હ્યુમરની ખૂબ સારી સમજ છે.
હવે આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીએ 6 મેચમાં 23 વિકેટ લીધી છે અને આ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે સૌથી ઉપર છે.












Click it and Unblock the Notifications
