For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિસ ગેઇલની હળવી મજાક: સોરી, શ્રીલંકા વર્લ્ડકપ અમારો છે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

chris gayle russell
કોલંબો, 6 ઑક્ટોબર: ટી20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આક્રમક ઇનિંગ રમનાર ક્રિસ ગઇલે શ્રીલંકાની ટીમને પડાકરતાં કહ્યું હતું કે ટી20 વર્લ્ડકપ વેસ્ટઇન્ડિઝની ટીમ જીતશે. ક્રિસ ગેઇલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શાનદાર ઇનિંગ રમતાં 74 રન બનાવી અણનમ રહ્યો હતો.

ગેઇલને મેન ઓફ ધ મેચ જાહેર કરાતાં તેને કહ્યું હતું કે મારો ગેમપ્લાન એ હતો કે હું અંત પીચ પર ટકી રહું અને મારો આ પ્લાન સફળ રહ્યો હતો. ટીમના અન્ય ખેલાડીઓ સેમ્યુઅલ, ડ્વેન બ્રાવો અને કીરોન પોલાર્ડની ઇનિંગ દ્રારા અમને આ મોટો લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી. ગેઇલે મજાકિયા અંદાઝમાં શ્રીલંકાની ટીમને કહ્યું હતું કે 'સોરી, શ્રીલંકા વર્લ્ડકપ અમારો છે.

ગેઇલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 41 બોલમાં 74 રન બનાવ્યા હતાં. ક્રિસ ગેઇલે કહ્યું હતું કે અમે શેન વોટસન અને મિશેલ સ્ટાર્કને દરેક બોલરને નિશાન બનાવ્યા હતા કારણ કે આ બંને ખેલાડીઓ સારી બોલીંગ કરે છે. ઓસ્ટ્રેલિયાના સેમીફાઇનલ સુધીના સફર અંગે ગેઇલે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને તે જીતવાની ક્ષમતા ધરાવે છે. અમે મોટા શોટ્સ રમવા પર ટાર્ગેટ કર્યો હતો જેમાં અમને સફળતા મળી છે.

ફાઇનલમાં વેસ્ટઇન્ડિઝના આ ફોર્મને રોકવા માટે શ્રીલંકા માટે એક મોટો પડકાર છે. જો કે શ્રીલંકાની ટીમ પણ ફોર્મમાં છે પરંતુ ક્રિસ ગેઇલ, કીરોન પોલાર્ડ અને મર્લોન સેમ્યુઅલ જેવા બેસ્ટમેનોને રોકવા મલિંગા અને મેડિંસ માટે એટલું સરળ નથી. મેચનું પરિણામ ગમે તે આવે પરંતુ ક્રિકેટપ્રેમીઓ માટે રવિવારે યોજાનારી ફાઇનલ મેચ રોમાંચક બની રહેશે.

English summary
Jamaican storm Chris Gayle after guiding his team to its first World T20 final by defeating Australia by 74 runs, claimed that the 'World Cup belongs to West Indies'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X