આજથી ભારતનું એશિયા કપ મિશનઃ ગાંગુલીએ વ્યક્ત કરી મનની ઇચ્છા
કોલકતા, 26 ફેબ્રુઆરીઃ એશિયા કપ ટૂર્નામેન્ટની શરૂઆત બાંગ્લાદેશ ખાતે થઇ ગઇ છે. આજે ટીમ ઇન્ડિયાનો મુકાબલો બાંગ્લદેશ સાથે થવા જઇ રહ્યો છે. મંગળવારે થયેલી પહેલી મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 12 રનથી હરાવી દીધું. ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહની અનઉપસ્થિતિમાં રમી રહી છે અને ટીમનું સુકાન ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીને સોંપવામાં આવ્યું છે. ગાંગુલીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા આપતા પોતાના મનની ઇચ્છા વ્યક્ત કરી છે.

એશિયા કપને સુકાની તરીકે કોહલીની પરીક્ષા ગણાવતા સૂઝાવોને ખારીજ કરતા ગાંગુલીએ કહ્યું કે, વિરાટ કોહલીએ સુકાની તરીકેનો આનંદ ઉઠાવવો જોઇએ અને પસંદગીકર્તાઓ સામે પોતાની પ્રતિભાને સાબિત કરવી જોઇએ. એ કહેવું ખોટું નથી કે કોહલી દબાણમાં રમશે.












Click it and Unblock the Notifications
