For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગ : ક્રિકેટર્સ બાદ હવે બોલીવુડના નામો બહાર આવશે

|
Google Oneindia Gujarati News

vindoo-darasing-sakshi-dhoni
મુંબઇ, 22 મે : આઇપીએલમાં સ્પેટ ફિક્સિંગ મુદ્દે વિંદુ દારાસિંગની ધરપકડ બાદ હવે બોલીવુડના વધારે નામ બહાર આવવાની શક્યતા ઉભી થઇ છે. આ સાથે પોલીસ બેડામાં સેશન ફિક્સિંગની ચર્ચા પણ થઇ રહી છે. માનવામાં આવે છે કે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે પીસીએ મોહાલીમાં 9 મેના રોજ રમવામાં આવેલી મેચમાં સેસશ ફિક્સિંગ થયું હોવાનું કહેવાઇ રહ્યું છે.

વિન્દુના ફોન રેકોર્ડ પરથી સાબિત થાય છે કે ક્રિકેટ ટીમના માલિકો ક્રિકેટની દુનિયામાં ઘણા શક્તિશાળી છે. ફ્રેન્ચાઇઝીના માલિકો તેમના સંબંધીઓના સંપર્કમાં રહે છે. મુંબઇ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વિંદુએ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલગીરીની વાત કબુલી છે. આવા કેસમાં ટીમના ફ્રેન્ચાઇઝી સામે પુરાવા મેળવવા મુશ્કેલ છે પણ તેમના સંબંધીઓના પુરાવા મળી શકે એમ છે.

આ ઉપરાંત ઘરપકડ કરવામાં આવેલા ત્રણ ક્રિકેટર્સની પૂછપરછમાં બીજા ચાર ક્રિકેટર્સના નામ બહાર આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમની સામે પુરાવા મળતા જ તેમની ધરપકડ કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત એક ચેનલે આપેલા અહેવાલ અનુસાર પહેલા પાવર પ્લેની છ ઓવરો માટે બેટિંગ કરવામાં આવી હતી કે 42 અથવા તેનાથી ઓછા રન બનશે. આ છ ઓવરોમાં અજીત ચંડિલા, એસ શ્રીસંત અને જેમ્સ ફોલ્કનરરે બોલિંગ કરી હતી. પહેલી ઓવરમાં ચંડિલાએ એક રન આપી એક વિકેટ લીધી હતી. બીજી ઓવરમાં શ્રીસંતે માત્ર પાંચ રન આપ્યા હતા. ત્રીજી ઓવરમાં ચંડિલાએ માત્ર પાંચ રન આપી હતી. ચોથી ઓવરમાં શ્રીસંતે શોટ પિચ બોલ ફેંક્યા હતા અને 14 રન આપ્યા હતા. ત્યાર બાદમાં પાંચમી ઓવરમાં ચંડિલાએ 4 રન આપ્યા હતા.આ છ ઓવરમાં કુલ 37 રન જ બન્યા હતા.

સેશન બુકિંગ શું છે?
ચેનલ સાથે વાતચીતમાં બુકીએ જણાવ્યું કે સેશન ફિક્સિંગનો અર્થ છે કે ટીમના અન્ય ખેલાડીઓ પણ ફિક્સિંગમાં સામેલ છે. આ બધું જ પહેલાથી ફિક્સ કરવામાં આવે છે. જો સટ્ટાના ભાવ ઓછા કે વધારે થાય છે તો સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ દરમિયાન ખેલાડીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

English summary
Spot Fixing : now police will be exposed Bollywood connections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X