For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગ : શ્રીસંતના મિત્ર અભિષેક શુક્લને જામીન મળ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 મે : આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલગીરી માટે દિલ્હી પોલીસે ધરપકડ કરેલા શ્રીસંતના મિત્ર અભિષેક શુક્લની ધરપકડ કરી હતી. દિલ્હીની કોર્ટે અભિષેકના જામીન ગુરુવારે 30 મેના રોજ મંજૂર કર્યા છે. ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ લોકેશ કુમાર શર્માએ પોલીસની જ્યુડિશિયલ કસ્ટડીની અરજી નકારી કાઢીને અભિષેકના જામીન મંજૂર કર્યા છે.

પોલીસનું કહેવું હતું કે અભિષેકે 16 મેના રોજ મુંબઇની હોટેલમાં શ્રીસંતની ધરપકડ થઇ ત્યાર બાદ રૂમમાંથી રોકડ રકમ અને કેટલીક વસ્તુઓ દૂર કરી હતી. આ કારણે પોલીસે તેની જ્યુડિશિયલ કસ્ટડી માટે માંગ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેની પ્રાથમિક પૂછપરછ અને રિકવરીની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. શુક્લાની વધારે પૂછપરછની જરૂર નથી.

આ મુદ્દે કોર્ટનું કહેવું છે કે શુક્લાએ ઇન્ટિયન પીનલ કોડની કલમ 201 (પુરાવાનો નાશ કરવો અથવા ગુમ કરવા)નો ગુનો કર્યો છે. આ ગુનો જામીનપાત્ર છે. કોર્ટે જણાવ્યું કે શુક્લાને કસ્ટડીમાં રાખવાની કોઇ જરૂર નથી કારણ કે તેના પર છેતરપિંડીનો ગુનો નોંધવાની જરૂર નથી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે શુક્લા પાસેથી તેમને રૂપિયા 5.5 લાખ મળ્યા હતા. મુંબઇમાં શ્રીસંતને સ્પોટ ફિક્સિંગ માટે રૂપિયા 10 લાખ ચૂકવવામાં આવ્યા હતા.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અભિષેક શુક્લાની ધરપકડ બાદ પોલીસે બાન્દ્રા વિસ્તારમાં પણ દરોડા પાડ્યા છે. દિલ્હી પોલીસનો પ્રયત્ન છે કે, શ્રીસંત જે હોટલમાં રોકાયો હતો તે હોટલમાં પણ તપાસ કરાય. જે સીસીટીવી ફૂટેજ મુંબઈ પોલીસને મળ્યા છે, દિલ્હી પોલીસ તે ફૂટેજ મેળવવા માંગે છે. અભિષેક શ્રીસંતનો નજીકનો માણસ છે માટે પોલીસ તેને લઈને મુંબઈ આવી છે જેથી કેટલાક મહત્વનાં પુરાવા હાથ લાગી શકે.

English summary
Spot fixing : Sreesanth friend Abhishek Shukla gets bail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X