સ્પોટ ફિક્સિંગ : શ્રીસંતનું લેપટોપ મુંબઇની પંચસિતારા હોટેલમાંથી જપ્ત

આ ઉપરાંત પોલીસ અધિકારીએ તપાસ કરવાના સંદર્ભમાં અજીત ચંદીલાના ફરિદાવાદ સ્થિત ઘરે પણ પહોંચી હતી. સ્પોટ ફિક્સિંગ કાંડના મૂળ સુધી પહોંચવા માટે દિલ્હી પોલીસે પોતાની ટીમ કોલકત્તા, મુંબઇ, હૈદરાબાદ અને અમદાવાદ પણ મોકલી છે.
સ્પોટ ફિક્સિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણની દિલ્હી પોલીસ ફરીથી પૂછપરછ કરવાની છે. દિલ્હી પોલીસે ત્રણ ખેલાડીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરશે. આ ઉપરાંત તેમના દ્વારા બૂકીઓ સાથે કરવામાં આવેલી વાતચીતની ઓડિયો ક્લિપ પણ તેમને સંભળાવશે. આજે પોલીસે આ કેસમાં વધારે વિગતો મેળવવા મટે એક સાથે અનેક શહેરોમાં છાપા મારવાનું શરૂ કર્યું છે.












Click it and Unblock the Notifications
