સ્પૉટ ફિક્સિંગ: 'ધરપકડ કરી ત્યારે શ્રીસંતે ઢિચેલો હતો દારૂ'

નવી દિલ્હી, આઇપીએલ-6માં સ્પૉટ ફિક્સિંગમાં ધરપકડ કરવામાં આવેલા ભારતીય ક્રિકેટર અને ફાસ્ટ બોલર એસ શ્રીસંત અંગે દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે જે સમયે શ્રીસંતની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે નશામાં ચૂર હતો અને તેને દારૂ પીધેલો હતો. શ્રીસંતને મુંબઇના કાર્ટર રોડ પર આવેલી એક ફાઇવ સ્ટાર હોટલની નીચે તેની એસયૂવી ગાડીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે તેની સાથે એક છોકરી પણ હતી.

શ્રીસંતને જ્યારે દિલ્હી પોલીસના લોકો ધરપકડ કરી રહ્યાં હતા ત્યારે તે બૂમરાડ કરવા લાગ્યો અને તેમને કેરલ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસના અધિકારી પોતાનું ઓળખપત્ર બતાવ્યું તો તે ચૂપ થઇ ગયો. ત્યારબાદ શ્રીસંતે પોતાનો મોબાઇલ ફોન તેમને આપતાં કહ્યું હતું કે તમે આમની સાથે (મુખ્યમંત્રી) વાત કરી લો.

sreesanth-sad

શ્રીસંત આઇપીએલ-6માં મેચ ફિક્સિંગના આરોપમાં ગુરૂવારે સવારે મુંબઇથી ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે રાજસ્થાન રોયલ્સ ના અન્ય બે ખેલાડી (અંકિત ચૌહાણ અને અજીત ચંદેલિયા) ને પણ સ્પૉટ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યાં છે. આ કેસમાં કુલ 12 બુકીઝની પણ ધરપકડ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X