For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ફ્લેચરની નહીં, પણ યુવા કોચની જરૂર છે: ગાવસ્કર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 માર્ચ: પૂર્વ ભારતીય કપ્તાન સુનીલ ગાવસ્કરે રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનમાં થઇ રહેલા સતત ઘટાડા પર ચિંતા વ્યક્ત કરતા કોંચ ડંકન ફ્લેચરના સ્થાને કોઇ યુવા કોચને ટીમનો ભાગ બનાવવા પર ભાર મૂક્યો છે.

ગાવસ્કરે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાનાર આઇસીસી વર્લ્ડકપ પહેલા ફ્લેચરના સ્થાને ટીમમાં કોઇ યુવાન કોચને સામેલ કરવાની જરૂરિયાત પર બળ આપ્યું છે જે ભારતીય ખેલાડીઓમાં પોતાના જોશ અને યોજનાઓથી નવી ઊર્જાનું સંચાર કરી શકે.

પૂર્વ કપ્તાને જણાવ્યું કે 65 વર્ષીય ફ્લેચરના નેતૃત્વમાં ટીમ ઇંન્ડિયા ખૂબ જ સાધારણ લાગી રહી છે અને તેમાં નવા વિચારો અને નવી ઊર્જાની ઊણપ દેખાઇ રહી છે. તેમણે જણાવ્યું કે ભારતીય ક્રિકેટરોને આ સમયે યુવા કોચની જરૂરીયાત છે જે ટીમમાં ફેરફાર કરીને તેને સાચી દિશા બતાવી શકે.

પૂર્વ ક્રિકેટર અને હવે કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી રહેલા ગાવસ્કરે જણાવ્યું કે પૂર્વ કોચ ગેરી કર્સ્ટનનો ઉલ્લેખ કરતા પોતાના સંપાદકીયમાં જણાવ્યું છે કે ગેરી કર્સ્ટનના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા એક અલગ જ સ્તર પર હતી. ટીમના તમામ ખેલાડી ગેરી કર્સ્ટનનું સન્માન કરતા હતા કારણ કે તેમણે ક્રિકેટના દરેક સ્વરૂપમાં તેમની મદદ કરી.

તેમણે જણાવ્યું કે ગેરી કર્સ્ટન મેચ પહેલાના અભ્યાસનું મહત્વ જાણતા હતા અને તેમની સાથે ટ્રેનિંગ સત્ર ખૂબ જ સ્પર્ધાત્મક અને રોમાંચક બની રહેતું હતું. પરંતુ તેમના જતા દેશમાં ક્રિકેટનું સ્તર નીચે જઇ રહ્યું છે.

પૂર્વ દક્ષિણ આફ્રીકન ક્રિકેટર કર્સ્ટન વર્ષ 2008થી 2011 સુધી ટીમ ઇન્ડિયાના કોચ હતા. આ દરમિયાન ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યું હતું અને વર્ષ 2011ના વર્ષનો વર્લ્ડકપ પણ તેણે પોતાના નામે કર્યો. જોકે ફ્લેચરનું નામ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ખુદ ગેરી કર્સ્ટને જ સૂચવ્યૂ હતું.

લાંબા સમયના કોચિંગ અનુભવ છતાં ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર ટીમ ઇન્ડિયાને સાચા માર્ગ પર લાવી શક્યા નથી. દક્ષિણ આફ્રિકા અને પછી ન્યૂઝીલેન્ડમાં મળેલી માત બાદ એશિયા કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદથી ફ્લેચરને હટાવવાની માંગ વધારે જોર પકડી રહી છે.

ગાવસ્કરે જણાવ્યું કે આઇસીસી વનડે વિશ્વકપમાં હવે ખૂબ જ ઓછો સમય જ બાકી બચ્યો છે આવામાં ભારતીય પ્રશંસક આશા કરી રહ્યા છે કે ટીમ પોતાના ખિતાબનો બચાવ કરી શકે. માટે આપણને એક સારા કોચની જરૂરીયાત છે. જોકે બની શકે છે કે વિશ્વકપમાં જ્યારે એક વર્ષનો સમય બચ્યો છે તો કોચને હટાવવાનો નિર્ણય કેટલાંક લોકોને યોગ્ય ના પણ લાગે પરંતુ જો આવું જ રહેશે તો ભારતીય ક્રિકેટનું સ્તર હજી પણ વધું નીચે જતું રહેશે.

sunil gavaskar
English summary
Indian cricket team has been going through a poor form across all formats of the game and their morale would be all time low. Sunil Gavaskar thinks that India coach Duncan Fletcher needs to be changed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X