For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વનડે ક્રિકેટમાં સુરેશ રૈનાના ચાર હજાર રન

By Super
|
Google Oneindia Gujarati News

sureshraina
ધર્મશાળા, 27 જાન્યુઆરીઃ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈના આજે અહીં ઇંગ્લેન્ડ વિરુદ્ધની શ્રેણીમાં પાચમી અને અંતિમ વનડે મેચમાં 15 રન બનાવતાની સાથે જ વનડે ક્રિકેટમાં ચાર હજાર રન પૂરા કરનાર 13મો ભારતીય ખેલાડી બન્યો છે.

રૈનાએ ક્રિસ વોએક્સની બોલમાં બે રન લઇને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ડાબોડી બેટ્સમેને પોતાની 159 મેચમાં આ ઉપલબ્ધિ હાસલ કરી છે.

તેણે પહેલા આ શ્રેણીમાં વિરાટ કોહલીએ પણ વનડે ક્રિકેટમાં ચાર હજાર રન બનાવ્યા છે. આ મેચમાં પહેલા રૈનાના નામે 158 મેચમાં 36.55ની એવરેજથી 3985 રન બનાવ્યા હતા.

આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ 11 રન બનાવતા જ 65મી મેચમાં એક હજાર રન પૂરા કરવામાં સફળ રહેશે. ધર્મશાળા ખાતે રમાઇ રહેલી શ્રેણીની અંતિમ વનડેમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 227 રનનો લક્ષ્યાંક મુક્યો છે. ભારત તરફથી સુરેશ રૈનાએ સર્વાધિક 83 રનની ઇનિંગ રમી છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X