T-20 World Cup : ફરી એક વખત ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ક્રિકેટની દુનિયાના પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન ફરી એકવાર વર્લ્ડ કપમાં એક બીજાની સામે ટકરાશે. આઇસીસીએ આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ માટે ગ્રુપની જાહેરાત કરી છે.
ક્રિકેટની દુનિયાના પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન ફરી એકવાર વર્લ્ડ કપમાં એક બીજાની સામે ટકરાશે. આઇસીસીએ આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ માટે ગ્રુપની જાહેરાત કરી છે. ભારત અને પાકિસ્તાનનો બીજા ગ્રુપમાં સમાવેશ કરાયો છે. આ T-20 વર્લ્ટ કપ ભારતમાં યોજાવાનો હતો પરંતુ કોરોનાના કારણે વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં રમાશે. હવે આઈસીસીએ વર્લ્ડ કપ માટે ગ્રુપની જાહેરાત કરી છે, જો કે હજુ સુધી શિડ્યૂલની જાહેરાત કરાઈ નથી. વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યોજાશે.

કેટલીક ટીમોએ ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા ક્વોલિફાયર રાઉન્ડ રમવા પડશે.ક્વોલિફાયર રાઉન્ડ જૂથ-એ અને ગ્રુપ-બીમાં વહેંચાયેલું છે. ગ્રુપ એમાં શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામીબીઆ છે. ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પપુઆ, ન્યુ ગિની અને ઓમાનનો સમાવેશ થાય છે. બંને જૂથોમાંથી બે ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.
ગ્રુપ 1 માં ઇંગ્લેન્ડ, ઔસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સાથે ગ્રુપ એ ના વિજેતાઓ અને ગ્રુપ બીના રનર્સ-અપનો સમાવેશ થશે. ગ્રુપ 2 માં ભારત, પાકિસ્તાન, ન્યુ ઝિલેન્ડ, અફઘાનિસ્તાન, ગ્રુપ એ ના રનર્સ-અપનો અને ગ્રુપ બીના વિજેતાનો સમાવેશ થશે.
કોરોનાને કારણે ટુનાર્મેન્ટ યુએઈ અને ઓમાનમાં રમાશે પરંતુ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની સંપૂર્ણ જવાબદારી બીસીસીઆઈની રહેશે. અગાઉ, વર્ષ 2016 માં ભારતમાં ટી -20 વર્લ્ડ કપ યોજાયો હતો, ત્યારે વેસ્ટ ઇન્ડીઝ જીત્યુ હતુ. આઈપીએલ ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં રમાશે. કોરોના વાયરસને કારણે 29 મેચ પછી અડધી આઈપીએલ મુલતવી રાખવામાં આવી હતી. બાકીની 31 મેચ હવે યુએઈમાં રમાશે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું કે, "ગ્રુપના જાહેરાત સાથે આઈસીસી ટી-20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોઈપણ જૂથ વધુ મજબૂત છે તેવું કંઈ નથી. બંને જૂથોમાં મજબૂત ટીમો છે, મને ખાતરી છે કે આપણે કેટલીક ઉત્તેજક અને રસપ્રદ મેચ જોઈશું.












Click it and Unblock the Notifications
