For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup : સેમીફાઈનલમાં પંત કે દિનેશ કાર્તિક બન્નેમાંથી કોને મોકો મળશે? જાણો શું કહ્યું રાહુલ દ્રવિડે?

ટી20 વર્લ્ડકપનો નોકઆઉટ રાઉન્ડ પુરો થઈ ગયો છે અને હવે ચાર ટીમો સેમીફાઈનલમાં સામસામે ટકરાવા જઈ રહી છે. એક તરફ ભારત અને ઈંગ્લેન્ડ તો બીજી તરફ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સામસામે ટરરાશે.

By Desk
|
Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપનો નોકઆઉટ રાઉન્ડ પુરો થઈ ગયો છે અને હવે ચાર ટીમો સેમીફાઈનલમાં સામસામે ટકરાવા જઈ રહી છે. એક તરફ ભારત અને ઈંગ્લેન્ડ તો બીજી તરફ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સામસામે ટરરાશે. ભારતીય ટીમ પણ ઈંગ્લેન્ડ સામે જીતના ઈરાદા સાથે ઉતરશે. ભારતીય ટીમ માટે હાલ બન્ને વિકેટ કિપર માથાનો દુખાવો બની રહ્યા છે. ઋષભ પંત અને દિનેશ કાર્તિક બન્નેમાંથી એક પણ રન નથી બનાવી રહ્યા ત્યારે ટીમ મેનેજમેન્ટ કોને જગ્યા આપે છે તે જોવાનું રહે છે.

T20 World Cup

પહેલી ચાર મેચમાં મોકો મળ્યા બાદ પણ દિનેશ કાર્તિક કંઈ ખાસ રન બનાવી શક્યો નથી. તો બીજી તરફ પંત પણ જિમ્બાબ્વે સામે કંઈ ખાસ કરી શક્યો નથી. આ તમામ ઘટનાઓ વચ્ચે રાહુલ દ્રવિડે કહ્યું કે, મને નથી લાગતું કે આપણે મેચના આધારે કોઈ ખેલાડીને જજ કરવો જોઈએ. આપણે તેને રમાડીએ છીએ તે કોઈ મેચના પ્રદર્શન પર આધારિત નથી. દ્રવિડે સંકેત આપ્યા છે કે, પૂરતા સંકેતો આપ્યા છે કે પંતને મેદાનમાં ઉતારવાનો નિર્ણય ચોક્કસ કારણોસર લેવામાં આવશે નહીં.

કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, ઘણી વખત આવું મેચ-અપને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અમારે એ જોવાની જરૂર છે કે ચોક્કસ બોલર આપણને કેવા પ્રકારની કુશળતાની જરૂર પડશે. આવા નિર્ણયોમાં તમામ બાબતો સામેલ હોય છે. દ્રવિડે કહ્યું કે, એવું નથી કે અમે ક્યારેય પંત પરથી વિશ્વાસ ગુમાવ્યો છે. અમને ટીમના તમામ 15 ખેલાડીઓ પર પૂરો વિશ્વાસ છે પરંતુ માત્ર 11 ખેલાડીઓ જ રમી શકે છે અને તે કોમ્બિનેશન પર નિર્ભર કરે છે.

રાહુલે આગળ કહ્યું કે, જો તે અહીં છે અને વર્લ્ડ કપ ટીમનો ભાગ છે તો તેનો અર્થ એ છે કે અમને તેના પર વિશ્વાસ છે. આનો અર્થ એ છે કે તેને કોઈપણ સમયે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. તમે એક મેચમાં માત્ર 11 ખેલાડીઓ સાથે રમી શકો છો. આ સ્થિતિમાં કેટલાક ખેલાડીઓએ બહાર રહેવું પડશે. ઋષભ પણ તેમાંથી એક છે. તે તૈયાર રહે.

English summary
T20 World Cup: Pant or Dinesh Karthik who will get a chance in the semi-finals?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X