For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુઃખનો પહાડ! ઓલિમ્પિક રમીને પાછી ફરી ત્યારે ખબર પડી નથી રહી બહેન, ચોધાર આંસુએ રડવા લાગી ખેલાડી

દુઃખનો પહાડ! ઓલિમ્પિક રમીને પાછી ફરી ત્યારે ખબર પડી નથી રહી બહેન, ચોધાર આંસુએ રડવા લાગી ખેલાડી

|
Google Oneindia Gujarati News

ટોક્યો ઓલિમ્પિકનું આજે સમાપન થઈ રહ્યું છે. તે પહેલાં 7 ઓગસ્ટે જ ભારતીય અભિયાન ઓલિમ્પિકમાં સમાપ્ત થઈ ગયું હતું. જે બાદ તમામ ભારતીય ખેલાડી સ્વદેશ પરત ફરી રહ્યા છે. ભારતીય ખેલાડી શુભા વેંકટેશન અને ધનલક્ષ્મી શેખર જ્યારે ટોક્યોથી પાછા તમિલનાડુની ત્રિચિ સ્થિત પોતાના ઘરે પહોંચી તો તેમના પર દુઃખોનો પહાડ ટૂટી ગયો. ત્રિચિમાં લોકોએ બંને ખેલાડીઓનું જબરદસ્ત સ્વાગત કર્યું. લોકોના સ્વાગતથી ખુશ ધનલક્ષ્મીએ આભાર વ્યક્ત કર્યો, પરંતુ આ દરમિયાન પ્રશંસકો સાથે વાત કરતાં તે ભાવુક થઈ ગઈ.

dhanlaxmi

જણાવી દઈએ કે ધનલક્ષ્મી લોકો સાથે વાત કરતી વખતે ઘણી ઉદાસ થઈ ગઈ અને તે ચોધાર આંસુએ રડવા લાગી. ધનલક્ષ્મીને પોતાની બહેન સ્વર્ગવાશ પામી હોવાનું માલૂમ પડ્યું તો તે ખુદને કાબૂ ના કરી શકી અને ત્યાં જ રડવા લાગી. ધનલક્ષ્મી ટોક્યોમાં હતી ત્યારે જ તેની બહેનનું નિધન થયું હતું. પરંતુ ધનલક્ષ્મીને આ વાત ખબર ના પડવા દેવાનો નિર્ણય તેની માતાએ કર્યો હતો. તેઓ ઈચ્છતાં હતાં કે ધનલક્ષ્મીનું સંપૂર્ણ ધ્યાન તેના ખેલ પર હોય અને સારું પ્રદર્શન કરે. ધનલક્ષ્મીને તમિલનાડુની ઘણી પ્રતિભાવાન એથલેટિક્સ માનવામાં આવે છે અને તેનો પરિવાર આ વાતને સરખી રીતે સમજે છે કે કેવી રીતે ઓલિમ્પિક જેવી મોટી ઈવેન્ટમાં ખેલાડીઓએ સારું પ્રદર્શન કરવા માટે તણાવથી દૂર રહેવું જોઈએ. આ કારણે જ પરિવારે ધનલક્ષ્મીને આ વાતની જાણકારી નહોતી આપી.

પરંતુ જ્યારે ઘરે પહોંચી તો ધનલક્ષ્મીને આ વાતની જાણકારી મળી અને તે ઘોઠણના બાળે બેસીને ચોધાર આંસુએ રડવા લાગી. પરિવારના સભ્યોએ કેમક કરીને ધનલક્ષ્મીને સંભાળી અને સાંત્વના આપી. અગાઉ ટોક્યો ઓલિમ્પિકના પોતાના અનુભવ વિશે ધનલક્ષ્મીએ કહ્યું કે ત્યાં મુકાબલો ઘણો અઘરો હતો પરંતુ આગલી વખતે હું વધુ મહેનત કરીને જઈશ અને દેશ માટે મેડલ જીતીશ. જણાવી દઈએ કે ધનલક્ષ્મીને તમિલનાડુ સરકારે સરકારી નોકરી આપી છે જે બાદ ધનલક્ષ્મીએ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનો આભાર વ્યક્ત કર્યો છે.

English summary
tamilnadu athlete dhanlaxmi break down after hearing demise of her sister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X