For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લાસ્ટિકની ગંદી બોટલોથી બની છે ટીમ ઇન્ડિયાની વર્લ્ડકપની ટી-શર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: ક્રિકેટ વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયાની નવી ટી-શર્ટ લોંચ કરી દેવામાં આવી છે. આ જ ટી-શર્ટને પહેરીને ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં શુક્રવારથી શરૂ થઇ રહેલી ત્રીકોણીય શ્રેણીમાં રમવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાની જર્સી છે તો ચર્ચા થવી પણ લાજમી છે. કારણ કે તેમાં એક ખાસ વાત છે, જેને જાણીને આપ પણ અચંબિત થઇ જશો. ખાસ વાત એ છે કે ટીમ ઇન્ડિયાની આ નવી ડ્રેસ પ્લાસ્ટિકની જૂની બોટલથી તૈયાર કરવામાં આવી છે.

team india
જી હા ટીમ ઇન્ડિયાની આ ટી-શર્ટના અધિકારીક પ્રાયોજક નાઇકી દ્વારા તૈયાર કરવામાં આવેલ ટીમ ઇન્ડિયાના પ્રત્યેક કિટ એવરેજ 33 રિસાઇકલ કરવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલોતી તૈયાર કરવામાં આવી છે. આ ડ્રેસની ખાસિયત અંગે નાઇકીએ જણાવ્યું કે આ લેટેસ્ટ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવી છે. તેને બનાવતા પહેલા મેદાન પર ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોના લય અને ગતિના આંકડા એકત્રીત કરવામાં આવ્યા જેથી ટીમને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવામાં મદદ મળે.

કિટને બનાવમાં નાઇકી ડ્રાઇ-ફિટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે જે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી ક્રિકેટર વધારેમાં વધારે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે. ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ જર્સીના વખાણ કરતા જણાવ્યું કે ટીમ ઇન્ડિયાની નવી ટી-શર્ટ હળવી, આરામદાયક અને નવા પ્રયોગોથી બનાવવામાં આવી છે, જેના દ્વારા રમતના મેદાનમાં ખેલાડીઓનું ધ્યાન હટે નહીં. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મેચ જીતાઉ પારી અથવા વિકેટની વચ્ચે ખૂબ જ ઓછો સમય હોય છે.

English summary
The new lightweight kit of Indian Cricket Team combines high performance innovation with sustainability. Each kit (jersey and bottoms) is made out of an average of 33 recycled plastic bottles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X