For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીવી સિંધુએ સુવર્ણ પદક જીત્યા પહેલા જ સર્જી દીધો ઇતિહાસ જાણો કેવી રીતે?

|
Google Oneindia Gujarati News

આજે ભારતના રમત જગત માટે બેવડી જીત અને ખુશીનો દિવસ છે. એક તરફ જ્યાં મહિલા પહેલવાને સાક્ષી મલિકે રિયો ઓલમ્પિકના 13માં દિવસે ભારતનું ખાતું ખોલ્યું છે ત્યાં જ બીજી તરફ પહેલીવાર બેડમિન્ટનના ઇતિહાસમાં પી વી સિંધુએ સિલ્વર મેડલ જીતાડી ભારતીયોની ખુશી ડબલ કરી દીધી છે.

કેવી રીતે પીવી સિંધુ મેળવી જીત વાંચો અહીં.કેવી રીતે પીવી સિંધુ મેળવી જીત વાંચો અહીં.

જો કે પી વી સિંધુની ફાઇનલ મેચ બાકી છે અને સંપૂર્ણ શક્યતા છે કે પી વી સિંધુ ભારતને સુવર્ણ પદક પણ જીતાવી શકે છે. પણ તે પહેલા જ પીવી સિંધુએ એક અનોખો જ ઇતિહાસ સર્જી લીધો છે. તે શું છે તે વિષે વાંચો અહીં.

pv sindhu


દુનિયાની નંબર 3 ખેલાડીને હરાવી

પીવી સિંધુએ આજે તેની જાપાની પ્રતિસ્પર્ધી નોઝોમ ઓકુહારાને હરાવી છે. નોઝોમ વિશ્વની નંબર 3ની મહિલા બેડમિન્ટન ખેલાડી છે. જેને સિંધુએ 21-19 અને 21-10 એમ બે સેટમાં હરાવી શાનદાર જીત મેળવી છે.

વિશ્વની નંબર 2 ખેલાડીને પણ હરાવી

એટલું જ નહીં, આ પહેલાની સ્પર્ધામાં પી વી સિંધુએ દુનિયાની નંબર 2 મહિલા ખેલાડીને હરાવીને ગેમ ચેન્જર બની ગઇ હતી. અને સિંધુની આ એક પછી એક જીત જોતા જાણકારોનું પણ માનવું છે કે પી વી સિંધુ ભારતને બેડમિન્ટનમાં સુવર્ણ પદક અપાવી શકે છે.

ક્યારે છે ફાઇનલ મેચ?

હવે 19 ઓગસ્ટે શુક્રવારે 7:30 કલાકે પી વી સિંધુની ફાઇનલ મેચ છે જેમાં તે સ્પેનની પ્રતિસ્પર્ધી જોડે મેચ રમશે.

બેડમિન્ટનમાં પહેલી

નોંધનીય છે કે બેડમિન્ટનમાં હજી સુધી કોઇ મહિલાએ ભારતને સિલ્વર મેડલ નથી આપવ્યો. અને આ રીતે પીવી સિંધુ સુવર્ણ પદક જીત્યા પહેલા જ ભારતના મહિલા બેડમિન્ટનના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ રચી દીધો છે. ત્યારે 21 વર્ષીય પી વી સિંધુ ભારતને 19મી તારીખે સુવર્ણ પદક પણ જીતાવી દે તેવી પૂર્ણ શક્યતાઓ હાલ રહેલી છે.

English summary
That's how pv sindhu created history for india before winning the final match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X