For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેક્ટિસ દરમ્યાન અચાનક બેભાન થઇ 20 વર્ષીય બોક્સર, મોત થઇ

રમત જગતથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. કોલકાતાના ભવાનીપુર વિસ્તારમાં 20 વર્ષીય એક બોક્સરનું પ્રેક્ટિસ દરમ્યાન મૃત્યુ થયું.

|
Google Oneindia Gujarati News

રમત જગતથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. કોલકાતાના ભવાનીપુર વિસ્તારમાં 20 વર્ષીય એક બોક્સરનું પ્રેક્ટિસ દરમ્યાન મૃત્યુ થયું. જ્યોતિ પ્રધાન નામની આ બોક્સર, પહેલા બેભાન થઇ નીચે પડી ગઈ, જેના પછી તેને નજીકના એસએસકેએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. જ્યોતિ પ્રધાન, જેને બંગાળની તરફથી રાષ્ટ્રીય સ્તરે બોક્સીંગમાં નેતૃત્વ કર્યું હતું. તે હાર્ટ એટેકથી મૃત્યુ પામી. તેમના મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

boxing

જ્યોતિ ખિદિરપુર વિસ્તારની નિવાસી હતી અને કોલકાતાના જોગેશ ચંદ્ર ચૌધરી વિધિ કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની ગડબડી નોટિસમાં આવી નથી અને સ્થાનિક પોલીસને કોઈ ફરિયાદ મળી નથી. અમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ જેથી તેની મૃત્યુનાં કારણો શોધી શકાય. આવશ્યક કાનૂની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

જ્યોતિ પ્રધાને સ્કૂલના દિવસોથી જ બોક્સીંગની દુનિયામાં તેનું નામ બનાવ્યું હતું. તેમણે શાળા દરમિયાન નેશનલમાં પણ ભાગ લીધો હતો. તે પછી તે સિનિયર સ્તરે પહોંચી ગઈ હતી અને વર્ષ 2018 માં, 60 કિલો વર્ગમાં રોહતકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે છ મહિના પહેલા ઓલ ઇન્ડિયા બોક્સિંગ ક્લાસિકમાં પણ મેડલ જીત્યા હતા. કોઈને વિશ્વાસ નથી થતો કે એકલા પ્રેક્ટિસ કરવાથી કોઈનું મૃત્યુ થઇ શકે છે. ઘણા બોક્સરોએ આ બનાવ પર આશ્ચર્ય વ્યક્ત કર્યો છે.

ક્લબના સભ્યોનું કહેવું છે કે જ્યોતિએ પ્રથમ રિંગમાં એક સાથી સાથે પ્રેક્ટિસ કરી હતી અને તે પછી તે પંચિંગ બેગ સાથે પ્રેક્ટિસ કરી રહી હતી. તે લગભગ 4:30 વાગ્યે અચાનક પડી ગઈ. જ્યારે ટ્રેનર્સ તેમને હોશમાં લાવી શક્યા નહીં, ત્યારે તરત જ તેને એસએસકેએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોએ કહ્યું કે જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે તેમનો શ્વાસ ચાલી રહ્યો હતો. પછી તેમને ઇમરજન્સી વૉર્ડમાં લઈ ગયા, પરંતુ સારવાર શરૂ કરતા પહેલા તેમને કાર્ડિયક અરેસ્ટ થઇ ગયો.

English summary
The 20-year-old boxer, suddenly unconscious during practice, died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X