
ટી-20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનો ઝલવો
દુબઇ, 16 માર્ચઃ શનિવારે જારી કરવામાં આવેલી તાજા આઇસીસી ટી20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો છે, જેમાં વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ ચૌથા સ્થાન પર છે. વિરાટ બાદ સુરેશ રૈના(પાંચમા) અને યુવરાજ સિંહ(છઠ્ઠા) બેટ્સમેનોની યાદીમાં સામેલ છે. જોકે કોઇપણ ભારતીય બોલર ટોપ-20માં સામેલ નથી.
શ્રીલંકન ટીમ વિશ્વ ટી-20માં પોતાના અભિયાનની શરૂઆત 22 માર્ચે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરશે જ્યારે ભારત 21મી માર્ચે પાકિસ્તાન સામે ટકરાશે. ગત ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ 110 રેટિંગ અંક સાથે છઠ્ઠા સ્થાને છે અને તે પોતાના અભિયાનની શરૂઆત 23 માર્ચથી ભારત વિરુદ્ધ આરંભ કરશે. ટૂર્નામેન્ટ થકી એસોસિએટ ટીમો પાસે અંક તાલિકામાં ઉપર પહોંચવાની તક મળશે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિંચ બે ક્રમાંક સાથે નંબર વન બેટ્સમેન બની ગયો છે. ન્યુઝીલેન્ડના સુકાની બ્રેંડન મેકુલમ બીજા અને ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સ ત્રીજા ક્રમાંકે છે. એસોસિએટ સભ્યોના ખેલાડીઓમાં નેધરલેન્ડ્સના માઇકલ સ્વેર્ટ રેન્કિંગમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. માઇકલ 22માં નંબરે છે.
વેસ્ટ ઇન્ડિઝના બોલર સુનીલ નરેન બોલર્સની યાદીમાં નંબર વન પર છે. તેમના જ દેશના સ્પિનર સેમુઅલ બદ્રી નંબર બે પર છે. બોલર્સ ટોપ 10માં નવ સ્પિનર છે. શ્રીલંકાના નુવાન કુલશેખરા આ લિસ્ટમાં એકમાત્ર ઝડપી બોલર છે. કુલશેખરા નવમાં નંબરે છે.