મેચ ફિક્સિંગના આરોપી 6 અમ્પાયરોને ICCએ કર્યા સસ્પેન્ડ

આ ઘટનાનો ખુલાસો થવાથી આઇસીસીએ આની પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. અને ઘટનાના 48 કલાક બાદ જ આઇસીસીએ આ નિર્ણય લઇ લીધો હતો.
આ સ્ટિંગ ઓપરેશનમાં જે અમ્પાયરોને દેખાડવામાં આવ્યા છે તેમાં શ્રીલંકા ગામીની દિસાનાયકે, મોરિસ વિસ્ટન અને સાગર ગલાગે, પાકિસ્તાનના નદીમ ગૌરી, અનીસ સિદ્દીકી અને બાંગ્લાદેશના નાદીર શાહનો સમાવેશ થાય છે.
આઇસીસીએ જણાવી દીધું હતું કે આ અમ્પાયરો હવે ભવિષ્યમાં કોઇ મેચમાં અમ્પાયરીંગ કરશે નહીં. આઇસીસીના તમામ સભ્યો આ નિર્ણય સાથે સંમત થયા હતાં.
આ અંગે ઇન્ડિયા ટીવીના મુખ્ય એડિટર અને ચેરમેન રજત શર્માએ ટેપની તપાસ માટે પણ તૈયારી બતાવી હતી.












Click it and Unblock the Notifications
