ટીમ ઇન્ડિયાના મિશનને અટકાવી શકે છે આ પાંચ ખેલાડી

ટી20 વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાનો અત્યારસુધીનો સફર સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ પોતાના ગ્રુપની તમામ ટીમોને હરાવી છે અને શાન સાથે સેમીફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશને હરાવીને ભારતીય ટીમનું મનોબળ વધ્યું છે અને ધોનીના નેતૃત્વમાં ટીમના ખેલાડી જે પ્રકારનું પ્રદર્શન કરી રહ્યાં છે, તેનાથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટીમ ઇન્ડિયા ફરી એકવાર 2007ના ઇતિહાસનું પુનરાવર્તન કરશે અને 2014 ટી20 વિશ્વકપનો ખિતાબ જીતશે.

હાલના સમયે ટીમ ઇન્ડિયા ટી20 વિશ્વકપથી માત્ર બે કદમ દૂર છે અને સેમીફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચતા પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવવી પડશે. જો કે સેમી ફાઇનલનું મિશન ભારતીય ટીમ માટે વિચારી રહ્યાં છીએ તેટલું સહેલું પણ નથી. આ ટીમમાં એવા કેટલાક ખેલાડીઓ છે, જે ભારતના વિજય રથને અટકાવવાની ક્ષમતા ધરાવે છે, જો ભારતે આ ખેલાડીઓ પર કાબુ મેળવી લીધો તો તે ફાઇનલમાં સહેલાયથી પહોંચી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કોણ છે આ ખેલાડીઓ.

ડેલ સ્ટેન

ડેલ સ્ટેન

બાંગ્લાદેશમાં ડેલ સ્ટેનની બોલિંગ એટલી વેધક છે કે વિરોધી ટીમના બેટ્સમેન તેમાં ખુલીને રમી શકતા નથી. સામાન્ય રીતે બાંગ્લાદેશની પીચ સ્પિનર્સને મદદરૂપ છે પરંતુ આ પીચોમાં ડેલ સ્ટેનની બોલિંગ વખાણવાલાયક છે, ચાર મેચોમાં તેણે નવ વિકેટ મેળવી છે. ટીમ ઇન્ડિયાએ આ રફ્તારના સોદાગર કહેવાતા બોલરથી સંભાળવું પડશે. ટીમના બોલર્સ તેને સંભાળીને રમી ગયા તો તે ટીમ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ઇમરાન તાહિર

ઇમરાન તાહિર

ઇમરાન તાહિર દક્ષિણ આફ્રિકાની ટીમનો એક એવો લેગ સ્પિનર છે જે ટી20 વિશ્વકપમાં વિરોધી બેટ્સમેનોને માત્ર આઉટ જ નથી કરતો પરંતુ રન રોકવામાં પણ સફળ રહે છે. તેણે ચાર મેચોમાં 13 વિકેટ મેળવી છે. ઇમરાન તાહિરના ફોર્મને જોઇને ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો તેને સંભાળીને રમવાની જરૂર છે.

હાશિમ અમલા

હાશિમ અમલા

દક્ષિણ આફ્રિકાનો આ બેટ્સમેન હાલ શાનદાર ફોર્મમાં છે. શ્રીલંકા વિરુદ્ધ 23, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 41, નેધરલેન્ડ વિરુદ્ધ 43 અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 56 રન બનાવીને પોતાની ઉપયોગિતા સાબિત કરી છે અને ટીમને કોઇપણ સ્થિતિમાં સંભાળવાની તેનામાં ક્ષમતા છે. તેવામાં ટીમ ઇન્ડિયાના બોલર્સે આ ખેલાડીને જેમ બને તેમ જલદી પેવેલિયનનો માર્ગ દર્શાવવો પડશે.

એબીડી વિલિયર્સ

એબીડી વિલિયર્સ

વિશ્વના ખતરનાક બેટ્સમેનમાં સામેલ ડીવિલિયર્સ એકલા હાથે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. આ ખેલાડી હાલ સારા ફોર્મમાં છે અને તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ખરાબ સ્થિતિમાં હતી ત્યારે 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ખેલાડી ભારતને મોટો પડકાર ફેંકી શકે છે.

જેપી ડ્યૂમિની

જેપી ડ્યૂમિની

એક બેટ્સમેન તરીકે ડ્યૂમિની ટી20 વિશ્વકપમાં શાનદાર છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ તેણે 86 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. તે એક ઓફ સ્પિનર તરીકે પણ સારી ભૂમિકા નિભાવી શકે છે. આ ઓલરાઉન્ડર ખેલાડી વિરુદ્ધ ટીમ ઇન્ડિયાએ મજબૂત રણનીતિ બનાવવી પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X