ચેમ્પિયન્સ ટ્રોફીઃ ઇંગ્લેન્ડ સાથે હિસાબ ચુકતે કરવાનો આવ્યો સમય
બર્મિંગ્હામ, 22 જૂનઃ ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે રવિવારે એજબેસ્ટન ક્રિકેટ મેદાન પર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે. ઇંગ્લેન્ડ જ્યાં પહેલીવાર કોઇ આઇસીસી ખિતાબ જીતવા પ્રયાસ કરશે, તો બીજી તરફ ભારત ગત વર્ષે આ ધરતી પર મળેલા પરાજયનો બદલો લેવાનો પ્રયાસ કરશે. ગત વર્ષે ભારતે જ્યારે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે ભારતને ટેસ્ટ, વનડે અને ટી-20 મેચોમાં કારમો પરાજય મળ્યો હતો. આ શ્રેણીમાં ભારત એકપણ મેચ જીત્યું નહોતુ અને તેના કારણે અનેક ખેલાડીઓની કારકિર્દી ચોપટ થઇ ગઇ હતી.
ખિતાબી મેચ જીતીને ભારત તેની હાર અને તેનાથી થયેલા નુક્સાનને ભરપાઇ કરી નહીં શકે, પરંતુ ઇંગ્લેન્ડને પહેલીવાર કોઇ આઇસીસી ખિતાબ જીતીતું રોકીને એલિસ્ટર કૂકની ટીમને એવું દર્દ આપી શકે છે કે જે લાંબા સમય સુધી તે નહીં ભુલાવી શકે. ભારતની સામે બીજીવાર આ ખિતાબ જીતીને ઓસ્ટ્રેલિયાની બરોબરી કરવાની સોનેરી તક છે. ભારતે 2002માં શ્રીલંકામાં વરસાદના કારણે ફાઇનલ મેચ અટક્યા બાદ સંયુક્ત રીતે વિજેતા હોવાનું ગૌરવ અનુભવ્યું હતું.

સોનેરી તક
ઓસ્ટ્રેલિયાએ 2006માં ભારતમાં રમાયેલી પાંચમી અને દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી છઠ્ઠી શ્રેણી જીતી લીધી હતી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા(1998), ન્યુઝીલેન્ડ(2000), વેસ્ટ ઇન્ડિઝ(2004) આ ખિતાબ જીત્યા છે. બીજો ખિતાબ જીતવા માટે ભારતે ઇંગ્લેન્ડને ટોચના ક્રમમાં રન કરતા અટકાવવું પડશે. સુકાની કુક, ઇયાન બેલ અને જોનાથન ટ્રોટ શાનદાર ફોર્મમાં છે અને તેને રોકવાએ ભારતીય બોલર્સ માટે પડકાર સમાન હોય છે.

ઇંગ્લેન્ડની ટીમ પર નજર
મધ્યક્રમમાં ઇંગ્લેન્ડ પાસે જોએ રૂટ, ઇયોન મોર્ગન, રવિ બોપારા અને જોસ બટલરના રૂપમાં ઘણા ઉપયોગી અને આક્રમક બેટ્સમેન છે. મોર્ગન અને રૂટ ખાસ કરીને સારા ફોર્મમાં છે. બોલિંગમાં ઇંગ્લેન્ડમાં કોઇ સારા ફોર્મમાં નથી. સ્ટૂઅર્ટ બ્રોડ, સ્ટૂઅર્ટ ફિન્ન, જેમ્સ એન્ડરસન, જેમ્સ ટ્રેડવેલ, ગ્રીમ સ્વાન અને રવિ બોપારાના રૂપમાં તેમના પર દરેક મોસમમાં સારી બોલિંગ કરી શકે તેવા ખેલાડી છે. એન્ડરસન અને ફિન્ન શરૂઆતમાં ઝટકા આપવા માટે જાણીતા છે, જ્યારે ટ્રેડવેલ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સેમીફાઇનલમાં દેખાડી ચૂક્યો છે કે તે શું છે. બ્રોડ પાસે પુરતો અનુભવ છે અને ઇંગ્લેન્ડની હાલાતમાં તે પોતાની લંબાઇનો પૂરતો ફાયદો ઉઠાવવા માટે જાણીતો છે.

ભારત માટે ઓપનિંગ જોડી મહત્વની
ભારતે આ બધાનું નિરાકરણ લાવવા માટે ફરી એકવાર શિખર ધવન અને રોહિત શર્માની પોતાની ઓપનિંગ જોડી પર નિર્ભર રહેવું પડશે. આ જોડીએ આખી ટૂર્નામેન્ટમાં ભારતને સારી શરૂઆત આપી છે. મધ્યક્રમમાં વિરાટ કોહલી, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, સુકાની ધોની, રવિન્દ્ર જાડેજા કોઇપણ આક્રમકને તહેસ નહેસ કરી શકવા સક્ષમ છે. બસ તેમણે ધેર્ય સાથે રમવાની જરૂર છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ખાસ વાત
આ ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી ખાસ વાત ઓપનિંગ બેટ્સમનોની સફળતાની સાથો સાથો બોલર્સનું ઉમદા પ્રદર્શન રહ્યું છે. ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા અને ઉમેશ યાદવે પોતાની સીમ અને સ્વિંગ બોલિંગથી સાબિત કર્યું છે કે તે ઇંગ્લેન્ડની હાલાતમાં સારું પ્રદર્શન કરી શકે છે. આ ત્રણેય બોલર્સે પોતાના દમ પર મેચ જીતાડી છે અને છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી ધોનીની મુશ્કેલીઓ ઓછી થઇ છે. આ ઉપરાંત સ્પિન વિભાગમાં રવિચંદ્રન અશ્વિન અને જાડેજા ઘણા સફળ રહ્યાં છે. ભારતીય ટીમના આત્મવિશ્વાસનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેણે છેલ્લી ત્રણેય મેચોમાં કોઇ પરિવર્તન કર્યું નથી.












Click it and Unblock the Notifications
