For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: આ રહી ગોલ્ડ મેડલ વિશેની તમામ વિગતો

જેમ ક્રિકેટરોને ટ્રોફી સાથે ખૂબ જ લગાવ હોય છે, તે જ રીતે એથ્લેટિક્સમાં મેડલનું એટલુ જ મહત્વ છે. જ્યારે ઓલિમ્પિક્સ જેવી સ્પર્ધાઓની વાત આવે ત્યારે મેડલની વાત જ અલગ હોય છે.

|
Google Oneindia Gujarati News

જેમ ક્રિકેટરોને ટ્રોફી સાથે ખૂબ જ લગાવ હોય છે, તે જ રીતે એથ્લેટિક્સમાં મેડલનું એટલુ જ મહત્વ છે. જ્યારે ઓલિમ્પિક્સ જેવી સ્પર્ધાઓની વાત આવે ત્યારે મેડલની વાત જ અલગ હોય છે. અહીં ખેલાડીની ઉપલબ્ધિ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આસપાસ ફરે છે. મેડલ ત્રણ પ્રકારના હોય છે પરંતુ સાચો ક્રેજ ગોલ્ડ મેડલનો છે, જેના માટે દુનિયાભરના ખેલાડીઓ એકબીજા સામે મેદાનમાં ઉતરે છે.

ઓલિમ્પિક ગોલ્ડ મેડલનો જાદુ

ઓલિમ્પિક ગોલ્ડ મેડલનો જાદુ

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ખેલાડી માટે જીંદગીભરની કમાણી સમાન છે. એવા ઘણા ખેલાડીઓ છે, જેમણે ઘણા ગોલ્ડ જીત્યા છે, તેમ છતાં આ મેડલનો જાદુ તેમના પરથી ક્યારેય ઉચર્યો નથી. દાંતમાં મેડલ દબાવી સ્મિત કરી રહેલા ખેલાડીના જીવનની તે સૌથી મોટી ખુશી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઓલિમ્પિક ગોલ્ડ મેડલની કિંમત કેટલી હશે? જો નહીં, તો આવો તમને જણાવીએ.

ગોલ્ડ મેડલ બનાવવા માટે 32 કિલો સોનાનો ઉપયોગ કરાયો

ગોલ્ડ મેડલ બનાવવા માટે 32 કિલો સોનાનો ઉપયોગ કરાયો

તમને જણાવી દઈએ કે ઓલિમ્પિકમાં આ પહેલી વખત બનશે જ્યારે જૂના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને રિસાયકલ કરીને મેડલ બનાવાયા છે. જાપાની લોકોએ તેના માટે દિલ ખોલીને મેડલ બનાવવા માટે લગભગ 62 લાખ જુના મોબાઈલ ફોન દાનમાં આપ્યાં છે. પહેલા મોબાઈલ જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને એકત્રિત કરાયા, ત્યારબાદ કામના પાર્ટ્સને રિસાયકલ કરી મેડલ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ગોલ્ડ મેડલ બનાવવા માટે 32 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે.

એક મેડલનું વજન અડધા કિલોથી વધુ

એક મેડલનું વજન અડધા કિલોથી વધુ

ઓલિમ્પિક ગોલ્ડ મેડલનું વજન 556 ગ્રામ છે. સિલ્વર મેડલનું વજન 550 ગ્રામ અને બ્રોન્ઝ મેડલનું વજન 450 ગ્રામ છે. ભારતમાં સોનાના હાલના ભાવ પ્રમાણે, એથ્લીટને ગોલ્ડ મેડલ માટે 26 લાખથી વધુ રૂપિયા મળવા જોઈએ. જો કે ખેલાડી ગોલ્ડ મેડલ વેચવા જાય તો તેને માત્ર 65,790 રૂપિયા મળશે.

તફાવત ચંદ્રકની કિંમતમાં છુપાયેલ છે

તફાવત ચંદ્રકની કિંમતમાં છુપાયેલ છે

તમે વિચારતા હશો કે જો ગોલ્ડ મેડલનું વજન 556 ગ્રામ છે, તો તેની કિંમત શા માટે આટલી જ તો તમને જણાવીએ કે આવું કેમ છે? ઓલિમ્પિક ગોલ્ડ મેડલના 556 ગ્રામમાં ફક્ત 6 ગ્રામ ગોલ્ડ અને 550 ગ્રામ ચાંદીનો ઉપયોગ થાય છે. આથી સોનાની કિંમત 28,500 રૂપિયા થશે અને ભારતમાં હાલના ભાવ પ્રમાણે ચાંદીની કિંમત 37,290 રૂપિયા થશે. તો આમ ગોલ્ડ મેડલની કુલ કિંમત 65,790 રૂપિયા થશે. આ મેડલ્સ ટોક્યો ઓલિમ્પિક્સ 2021 માં ખાસ બોક્સમાં આપવામાં આવશે. આ બોક્સ લાકડાની ખાસ પ્રકારની છાલ માંથી બનાવવામાં આેવે છે.જાપાની ડિઝાઇનરો દ્વારા પરંપરાગત અને આધુનિક ડિઝાઇનને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે. દરેક બોક્સની અલગ પેટર્ન હોય છે.

English summary
Tokyo 2020: All the details about this being a gold medal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X