For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2020 : બજરંગ પુનિયાની શાનદાર જીત

ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શુક્રવારના રોજ કિર્ગિસ્તાનના એર્નાઝર અકમતાલીવને હરાવ્યા બાદ ટોક્યો ઓલિમ્પિક 2020માં પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તી 65 કિલોગ્રામ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Tokyo Olympics 2020 : ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શુક્રવારના રોજ કિર્ગિસ્તાનના એર્નાઝર અકમતાલીવને હરાવ્યા બાદ ટોક્યો ઓલિમ્પિક 2020માં પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તી 65 કિલોગ્રામ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

બજરંગ પુનિયા અને અકમતાલીવ વચ્ચેનો મુકાબલો 3-3ના સ્કોર સાથે સમાપ્ત થયો હતો, પરંતુ ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો, કારણ કે તેને હાઇ પોઇન્ટ સ્કોરિંગ મુવ દ્વારા શરૂઆતી સમયગાળામાં જ 2 પોઇન્ટ મેળવી લીધા હતા. જે બાદ બજરંગ પુનિયા અંતિમ 8 એટલે કે ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

Bajrang Punia

નંબર બે ક્રમાંકિત ભારતીય ખેલાડીએ મેચની શરૂઆત ખૂબ જ આક્રમક રીતે કરી હતી, પરંતુ કિર્ગિસ્તાનના ગ્રેપલરે અપર બોડીની મદદથી પોતાની તાકાતથી સારો બચાવ કર્યો હતો. ટૂંક સમયમાં રેફરીએ અકમતાલીવની નિષ્ક્રિયતાની નોંધ લીધી અને તેની સામે શોટ ક્લોક લગાવી હતી, જેનાથી બજરંગને મેચનો પહેલો પોઇન્ટ મળ્યો હતો.

એર્નાઝરે ટૂંક સમયમાં મેચમાં પરત કરીને સ્કોરની બરાબરી કરી લીધી હતી. પ્રથમ હાફની અંતિમ સેકન્ડમાં બજરંગે કિર્ગિસ્તાન કુસ્તીબાજ પાસેથી લેગ સ્લિપનો ફાયદો ઉઠાવ્યો અને બે પોઈન્ટ ટેકડોન હાંસલ કર્યા હતા.

27 વર્ષીય ભારતીય સ્ટારે બીજા હાફમાં બીજો પોઈન્ટ મેળવ્યો હતો, પરંતુ અકમતાલીવ પૂરી તાકાત સાથે મેચમાં પરત ફર્યો હતો. કારણ કે, તેણે બજરંગને બે વખત મેટમાંથી ફેંકી દીધો હતો અને મેચની અંતિમ સેકન્ડમાં મુકાબલો બરાબરી પર લાવી દીધો હતો. ઘડિયાળના કાંટા સાથે બજરંગે આગલા રાઉન્ડમાં જવા માટે પોતની તમામ તાકાત લગાવીને બચાવ કર્યો હતો.

બજરંગ પુનિયા હવે અંતિમ 8માં ઈરાનના મોર્ટેઝા ગ્યાસી ચેકા સામે ટકરાશે. દિવસની શરૂઆતમાં સીમા બિસ્લા મહિલા ફ્રી સ્ટાઈલ 50 કિલોગ્રામની કેટેગરીમાં ક્વાટર ફાઇનલમાં ટ્યુનિશિયાની સારા હમ્દી સામે હારી ગઈ હતી. હમ્દીએ સીમાને 3-1 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

English summary
Indian wrestler Bajrang Poonia advanced to the quarterfinals of the men's freestyle 65kg category at the 2020 Tokyo Olympics after defeating Kazakhstan's Arnazar Akmataliv on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X