Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો

Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો

ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર ભારતના કોઈ ખેલાડીએ મેચમાં જીત નોંધાવી છે. તલવારબાજીમાં ભારત તરફથી કોઈ ખેલાડી ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરી રહ્યું હોય તેવું પહેલીવાર બન્યું છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં તલવારબાજીમાં મેચ જીતી ભવાની દેવીએ ઈતિહાસ રચી નાખ્યો છે. 27 વર્ષની ભવાની દેવીએ પોતાની પહેલી મેચમાં જબરદસ્ત ખેલનું પ્રદર્શન કરતાં ટ્યૂનીશિયાની નાદિયા બેન અજીજીને 15-3થી હરાવી દીધી છે. ખેલમાં મોડેથી પોતાનો પહેલો અંક હાંસલ કર્યા છતાં ભવાનીએ પોતાનું સંતુલન અને ધીરજ ન ગુમાવી. બીજા રાઉન્ડમાં ભવાની દેવીએ શ્રેષ્ઠ ખેલનું પ્રદર્શન કર્યું. પહેલા રાઉન્ડમાં ભવાની દેવીએ 8-0 અને બીજા રાઉન્ડમાં 3-7થી નાદિયાને માત આપી. ભવાની દેવીનો આગલો મુકાબલો ફ્રાંસની એમ બ્રૂટેન સાથે છે.

bhavani devi

જણાવી દઈએ કે તલવારબાજીમાં જ્યારે ખેલાડી કમર ઉપર શરીરને તલવાર અડાડવામાં સફળ થાય છે તો તેને આના અંક મળે છે. બે રાઉન્ડમાં જે ખેલાડી 15 અંક હાંસલ કરે છે તેને વિજેતા ઘોષિત કરવામાં આવે છે. ભવાની દેવીનો આગલો મુકાબલો દુનિયાની રેંકિંગ નંબર 3ની ખેલાડી મૈનન બ્રૂટેન સાથે થશે. ભવાની દેવીએ બાળપણથી જ તલવારબાજીને પોતાનો શોખ બનાવ્યો હતો કેમ કે તલવારબાજી જ એકમાત્ર ગેમ બચી હતી જેમાં જગ્યા ખાલી હતી. જે બાદ ભવાનીએ સ્કૂલમાં તલવારબાજી પસંદ કરી. ભવાની દેવી ચેન્નઈથી આવે છે, તેઓ પહેલાં ભારતીય મહિલા છે જેમણે ઓલિમ્પિકમાં જગ્યા બનાવવામાં સફળતા હાંસલ કરી, તેમની ટ્રેનિંગ ઈટલીમાં થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X