Tokyo 2020: હૉકીમાં ભારતની શાનદાર જીત, આર્જેન્ટીનાને હરાવીને ક્વાર્ટરફાઈનલમાં પહોંચ્યા

ભારતીય પુરુષ હૉકી ટીમે ઑસ્ટ્રેલિયા સામે 1-7થી હાર્યા બાદ કમાલની વાપસી કરીને આર્જેન્ટીનાને 3-1થી મ્હાત આપી દીધી છે.

ટોક્યોઃ ભારતીય પુરુષ હૉકી ટીમે ઑસ્ટ્રેલિયા સામે 1-7થી હાર્યા બાદ કમાલની વાપસી કરીને આર્જેન્ટીનાને 3-1થી મ્હાત આપી દીધી છે. આ મુકાબલામાં ડેબ્યુટન્ટ વિવેક સાગર પ્રસાદે શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે લીડ આપતો ગોલ કર્યો અને પછી પેનલ્ટી કૉર્નર પર ત્રીજો ગોલ કર્યો જીત નિશ્ચિત કરી દીધી. આ પહેલા ક્વાર્ટરમાં પાંચ મિનિટનો આંકડો પાર કર્યા બાદ રમત સારી રીતે વૉર્મ થઈ ગયુ હતુ પરંતુ કોઈ ગોલ ન થયો. ભારતે આ દરમિયાન ઘણી વાર ગોલની નજીક જવાની કોશિશ કરી નિષ્ફળ રહ્યા. આ સાથે જ મહત્વપૂર્ણ પૂલ મુકાબલામાં એક ગોલ રહિત ક્વાર્ટર પસાર થઈ ગયુ.

hockey

જોતજોતામાં ભારત સામે આર્જેન્ટીના પુરુષ હૉકી પૂલ ગેમમાં હાઈ-ટાઈમ સુઘી ગેમ પહોંચી ગઈ અને પહેલા બે ક્વાર્ટમાં કોઈ ગોલ ન થયો પરંતુ ત્યારબાદ વરુણ કુમારે પોતાની ટીમને 1-0થી પેનલ્ટી કૉર્નલ સ્ટ્રાઈક સાથે ત્રીજા ક્વાર્ટમાં ભારતને આગળ કરી દીધુ. જો કે આ ખુશી વધુ સમય સુધી ટકી નહિ કારણકે આર્જેન્ટીનાએ ભારત સામે 1-1ની બરાબરી કરી લીધી. કૈસલા શૂથે પેનલ્ટી કૉર્નરને ગોલમાં ફેરવીને પોતાની ટીમને રાહતના શ્વાસ આપી દીધા.

પરંતુ આર્જેન્ટીના માટે મેચમાં માત્ર આ જ રાહતની પળ હતી કારણકે ત્યારબાદ વિવેક સાગરે શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે લીડ આપતો ગોલ કર્યો અને ફરીથી હૉકી ઈન્ડિયાને 2-1થી આગળ લાવી દીધુ. આ એક ફીલ્ડ ગોલ હતો જે ઓલિમ્પિકમાં ભારતનો ઓવર ત્રીજો ફીલ્ડ ગોલ છે. ત્યારબાદ ભારતને પેનલ્ટી કૉર્નર મળ્યુ જે તેમનુ 8મુ પેનલ્ટી કૉર્નર હતુ. આ કૉર્નરે ભારતને વધુ એક ગોલ આપ્યો જે હરમનપ્રીત સિંહે કર્યો ત્યારબાદ ભારતની જીત પણ પાક્કી થઈ ગઈ. ભારતીય પુરુષ હૉકી ટીમનો આખરી મુકાબલો જાપાન સાથે જે (29 જુલાઈ)એ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X