For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Paralympics LIVE: પેરાલિમ્પિક્સમાં સ્પોર્ટ્સ ડે પર ભારતીય ખેલાડીઓ છવાયા, એક દિવસમાં 3 પદક જીત્યાં

આજે એટલે કે 28 ઓગસ્ટ પેરાલમ્પિક્સમાં ભારત માટે ખૂબ જ સારો દિવસ હતો જ્યારે પેરા પેડલર ભાવિના પટેલે સવારે ટેબલ ટેનિસની ફાઇનલમાં જગ્યા બનાવીને ભારતનો મેડલ સુનિશ્ચિત કર્યો હતો. પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનાર તે દેશની પ્રથ

|
Google Oneindia Gujarati News

આજે એટલે કે 28 ઓગસ્ટ પેરાલમ્પિક્સમાં ભારત માટે ખૂબ જ સારો દિવસ હતો જ્યારે પેરા પેડલર ભાવિના પટેલે સવારે ટેબલ ટેનિસની ફાઇનલમાં જગ્યા બનાવીને ભારતનો મેડલ સુનિશ્ચિત કર્યો હતો. પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનાર તે દેશની પ્રથમ પેરા પેડલર છે. હવે તેની પાસેથી સોનાની અપેક્ષા છે.

બીજી બાજુ ભારતીય તીરંદાજ રાકેશ કુમારે શનિવારે હોંગકોંગના આર્ચર નગાય કા ચુને 144-131 ને હરાવીને ચાલુ ટોક્યો પેરાલમ્પિક્સ 2020માં પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાંથી તેની 1/16 એલિમિનેશન મેચ જીતી લીધી. આ જીત સાથે રાકેશ હવે પેરાલિમ્પિક્સના આગલા રાઉન્ડમાં પહોંચી ગયા છે.

paralympics

પેરાલમ્પિક્સ 24 ઓગસ્ટથી શરૂ થઈ હતી અને 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. દિવસોનો સમયગાળો ઓલિમ્પિક કરતા થોડો ઓછો છે અને ભારતમાંથી 54 રમતવીરો નવ રમતોમાં ભાગ લેવા માટે તૈયાર છે. ભારતીય સ્પર્ધકો તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, કેનોઇંગ, શૂટિંગ, સ્વિમિંગ, પાવરલિફ્ટિંગ, ટેબલ ટેનિસ અને ટાઇક્વોન્ડોમાં જોવા મળશે.

Newest First Oldest First
9:23 AM, 30 Aug

ભારત માટે સોમવારનો દિવસ બહુ ખાસ રહેવાનો છે જેમાં ભારતીય ટીમ પાસે એકથી વધુ ગોલ્ડ મેડલ જીતવાનો મોકો હશે. ભારત તરફથી 6 પેરા એથલિટ ભાલાફેંક પ્રતિયોગિતાનો ભાગ બનશે.
9:23 AM, 30 Aug

રવિવારે ભારત માટે ભવાની પટેલે ટેબલ ટેનિસના સિલ્વર મેડલથી શરૂઆત કરી, જેને નિષાદ કુમારે હાઈ જંપમાં ચાલુ રાખ્યું અને વિનોદ કુમારે બ્રોન્ઝ સાથે દિવસ ખતમ કર્યો.
9:22 AM, 30 Aug

ભારત માટે આનાથી સારો સ્પોર્ટ્સ ડે ના હોય શકે જેમાં પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ એક જ દિવસમાં 3 પદક અપાવવામાં સફળતા હાંસલ કરી.
9:22 AM, 30 Aug

ડિસ્કસ થ્રોના F52 ઈવેન્ટમાં વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે અને દેશને એક જ દિવસમાં ત્રીજું મેડલ મળી ગયું છે.
9:21 AM, 30 Aug

ડિસ્કસ થ્રોમાં વિનોદ કુમારે પોતાનો અંગત બેસ્ટ અને એશિયન રેકોર્ડ પોતાના નામે કરતાં 19.91 મીટરનો થ્રો ફેંક્યો છે અને હાલ ત્રીજા સ્થાને છે. ટૂર્નામેન્ટના છેલ્લો થ્રો ફેંકવામાં આવનાર છે જો વિનોદના થ્રોથી પાછળ રહે છે તો ભારતના ખાતામાં બ્રોન્ઝ મેડલ આવી જશે.
9:20 AM, 30 Aug

નિષાદ કુમારે પુરુષોની ઊંચી કૂદ ટી47 ઈવેન્ટમાં 2.06 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયાસ સાથે રજત પદક જીત્યો.
9:20 AM, 30 Aug

ભારતના નિષાદ કુમાર ત્રીજી વખત 2.09 મીટરની દૂરી નક્કી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તેમના ખાતામાં સિલ્વર મેડલ આવી ચૂક્યો છે જે દિવસમાં ભારનતો બીજો મેડલ છે. અગાઉ સવારના સમયે ભવિનાએ સિલ્વર જીત્યો હતો.
9:19 AM, 30 Aug

નિષાદ કુમારે ઉંચી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો.
2:24 PM, 28 Aug

ભાવિના દેશની પ્રથમ પેરા પેડલર છે જેણે પેરાલમ્પિક્સની ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણીએ મેડલ સુનિશ્ચિત કર્યા છે પરંતુ હવે ગોલ્ડની પણ સંપૂર્ણ આશા છે. તેમની પાસે આશ્ચર્યજનક આત્મવિશ્વાસ છે અને અત્યાર સુધીની સફર મહાન રહી છે

English summary
Tokyo Paralympics 2020 LIVE Updates In Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X