For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Paralympics: મનીષ નરવાલે ગોલ્ડ જીત્યો, સિંહરાજ અધાનાએ સિલ્વર જીત્યો

Tokyo Paralympics: મનીષ નરવાલે ગોલ્ડ જીત્યો, સિંહરાજ અધાનાએ સિલ્વર જીત્યો

|
Google Oneindia Gujarati News

ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં શનિવારે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતના મનીષ નરવાલે 50 મિક્સ્ડ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. પેરાલિમ્પિક્સમાં આ દેશનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. અગાઉ અવનિ લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત 50 મીટર મિક્સ્ડ શૂટિંગમાં સિંહરાજ અધાનાએ સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ શનિવારે ભારત બેડમિંટનમાં બે સિલ્વર મેડલ પાક્કા કરી ચૂક્યુ્ં છે.

Tokyo Paralympics

અગાઉ પહેલા ક્વોલિફાઈંગ રાઉન્ડમાં અડાના 536 અંક લઈ ચોથા અને નરવાલ 533 અંક લઈ સાતમા સ્થાને હતા. ભારતના આકાશ 27મા સ્થાને રહી ફાઈનલમાં જગ્યા ના બનાવી શક્યા.

ફાઈનલ મુકાબલામાં અડાનાએ અન્ય બંને ભારતીયોના મુકાબલામાં સારી શરૂઆત કરી. પહેલા 10 શોટ બાદ તેમણે 92.1 અંક સાથે પોઈન્ટ ટેબલમાં બઢત મેળવી લીધી હતી. જ્યારે ક્વોલિફિકેશનમાં સાતમા સ્થાને રહેલા નિરવાલે ફાઈનલમાં બહુ ખરાબ શરૂઆત કરી. તેમણે પ્રતિયોગિતાના પહેલા તબક્કામાં 87.2 અંક મેળવ્્યા.

જો કે બંને જ નિશાનેબાજોએ જ્યારે જરૂરત હતી તે સમયે સૌથી સારું પ્રદર્શન કર્યું, 18મા શોટ બાદ મનીષ નરવાલ ચોથા સ્થાને આવી ગયા. જે બાદ 19મા અને 20મા શોટ બાદ 19 વર્ષીય ભારતીયએ સનસનીખેજ 10.8 અને 10.5 અંક મેળવી પહેલું સ્થાન હાંસલ કરી લીધું.

પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી મનીષ નરવાલને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, "ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગૌરવ આવવું ચાલુ છે. યુવા અને શાનદાર પ્રતિભાવાન મનીષ નરવાલની શાનદાર ઉપલબ્ધિ. તેમનું ગોલ્ડ મેડલ જીતવું ભારતીય ગેમ્સ માટે એક વિશેષ ક્ષણ છે. તેમને શુભેચ્છા. આગામી સમય માટે શુભકામનાઓ."

બીજા ટ્વીટમાં તેમણે સિંહરાજ અધાનાને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, "સિંહરાજ અધાનાએ બીજી વખત કરી બતાવ્યું. તેમણે વધુ એક મેડલ જીત્યો, આ વખતે આ મિક્સ્ડ 50 મીટર પિસ્ટલ એસએચ1 ઈવેન્ટમાં આવ્યો. ભારત તમના પ્રદર્શનથી આનંદિત છે. તેમને શુભેચ્છાઓ. ભવિષ્યમાં તેમની ઈવેન્ટ માટે શુભકામનાઓ."

English summary
Tokyo Paralympics: Manish Narwal won gold and sinhraj adhana won silver medal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X