For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICCએ કરી લાલ આંખ ને આ 10 બોલર પર લાગ્યો પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

1999માં શ્રીલંકન બોલિંગ લિજન્ડ મુરલીધરનના વિવાદ બાદથી અત્યારસુધીમાં આઇસીસી દ્વારા ગેરકાયદે બોલિંગ એક્શનના કારણે પ્રતિબંધ લગાવવામાં આવેલો પાકિસ્તાની ઓફ સ્પિન બોલર સઇદ અજમલ 10મો આંતરરાષ્ટ્રીય બોલર છે. આઇસીસીએ જાહેર કર્યું છેકે પાકિસ્તાની સ્પિન બોલર સઇદ અજમલની બોલિંગ એક્શન 9 સપ્ટેમ્બર 2014ના રોજ ગેરકાયદે હતી. માત્ર દૂસરા જ નહીં પરંતુ અજમલની ઓફ સ્પિનર બોલિંગ પણ ગેરકાયદે હતી અને તેના કારણે વિશ્વના ટોપ રેન્ક્ડ સ્પિનર પર પ્રતિબંધ લગાવાયો છો.

આઇસીસીએ કહ્યું છેકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આજે પૃષ્ટિ કરી છેકે સ્વતંત્ર વિશ્લેષકે પાકિસ્તાનના ઓફ સ્પિનર સઇદ અજમલની બોલિંગને ગેરકાયદે ગણી છે અને તેથી આ ખેલાડીને તુરંત ધોરણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરતો અટકાવવો જોઇએ. નિયમો અનુસાર કોઇપણ બોલર 15 ડિગ્રી સુધી કોણી વાળી શકે છે, પરંતુ અજમલ બોલિંગ કરતી વખતે તેના કરતા વધારે કોણી વાળે છે.

આજે અમે અહીં વિશ્વ ક્રિકેટના એવા જ 10 બોલર અંગે જણાવી રહ્યાં છીએ જેમના પર આઇસીસી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તો ચાલો તસવીરો થકી જાણીએ કે એ કયા કયા ખેલાડીઓ છે.

આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટનો અનોખો ચહેરોઃ પ્રેમ અને સ્કેન્ડલ
આ પણ વાંચોઃ- વનડે, ટેસ્ટ અને ટી20માં આ ખેલાડીઓની છે શાનદાર સ્ટ્રાઇક રેટ
આ પણ વાંચોઃ- રવિ શાસ્ત્રીએ કર્યો કોચ ફ્લેચરનો બચાવ, ગણાવ્યા ‘પિતા તુલ્ય'

શોએબ અખ્તર

શોએબ અખ્તર

વર્ષઃ- ડિસેમ્બર, 1999
રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા શોએબ અખ્તર પર ગેરકાયદે રીતે થ્રો બોલિંગ કરવા બદલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, તેના પર ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ અપીલ બાદ એ પ્રતિબંધ હટાવી દેવાયો હતો.

શબ્બિર અહેમદ

શબ્બિર અહેમદ

વર્ષઃ- ડિસેમ્બર, 2005
15 ડીગ્રી નિયમનો ભોગ અન્ય એક પાકિસ્તાની બોલર બન્યો હતો, તેની સામે અનેક વખત પ્રતિબંધ લગાવાયો છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન ગેરકાયદે બોલિંગ નાંખવા બદલ તેન 12 મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

જેમ્સ કાર્ટલી

જેમ્સ કાર્ટલી

વર્ષઃ- સપ્ટેમ્બર, 2005
પૂર્વ ઇંગ્લેન્ડ ફાસ્ટ બોલર જેમ્સ કાર્ટલી પર એટલા માટે પ્રતિબંધ લગાવાવમાં આવ્યો હતો કે સપ્ટેમ્બર 2005માં તેની બોલિંગ એક્શન શંકાસ્પદ હતી. જોકે તેને બાદમાં ટીમમાં પરત લેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી તે નિવૃત ના થયો ત્યાં સુધી તેની બોલિંગ પર નજર રાખવામાં આવી હતી.

જોહન બોથા

જોહન બોથા

વર્ષઃ- ફેબ્રુઆરી, 2006
ઓસ્ટ્રેલિયા જ્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ આવી હતી ત્યારે પોર્ટ એલિજાબેથ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વનડે દરમિયાન જોહાન બોથા પર પ્રતિબંધ લાગ્યો હતો, 2007માં તે પાછો ટીમમાં ફર્યો હતો, પરંતુ 2009માં ફરી તેની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઇ હતી અને તેના દૂસરા નાંખવા પર પ્રતિબંધ લાગી ગયો હતો.

માર્લોન સેમ્યુઅલ્સ

માર્લોન સેમ્યુઅલ્સ

વર્ષઃ- ફેબ્રુઆરી, 2008
ડર્બન ખાતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ થ્રો બોલિંગ કરવા બદલ વેસ્ટ ઇન્ડિઝના આ ઓલરાઉન્ડર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, બાદમાં અમુક સમય બાદ તેણે ફરીથી બોલિંગ કરી હતી અને ડિસેમ્બર 2013માં ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં તેની બોલિંગ ફરી એકવખત શંકાસ્પદ જણાઇ હતી.

અબ્દુર રઝ્ઝાક

અબ્દુર રઝ્ઝાક

વર્ષઃ- ડિસેમ્બર, 2008
બાંગ્લાદેશનાં લેફ્ટ આર્મ સ્લો બોલર અબ્દુર રઝ્ઝાક પર ડિસેમ્બર 2008માં આઇસીસી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેને 2009માં બોલિંગ એક્શન સુધાર્યા બાદ ફરીથી બોલિંગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

શેન શિલિંગફોર્ડ

શેન શિલિંગફોર્ડ

વર્ષઃ- ડિસેમ્બર, 2010
ડિસેમ્બર 2010માં વેસ્ટ ઇન્ડિઝના ઓફ સ્પિનર પર દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ બાદ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બાદમાં તેને મે 2011માં ફરીથી બોલિંગ કરવાની મંજૂરી મળી હતી અને ડિસેમ્બર 2013માં ફરી એકવાર તેની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઇ હતી.

સચિથ્રા સેનનાયકે

સચિથ્રા સેનનાયકે

વર્ષઃ- જુલાઇ 2014
શ્રીલંકાના ઓફ સ્પિનર સેનનાયકેની બોલિંગ એક્શન 31 મે 2014ના રોજ લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ શંકાસ્પદ જણાઇ હતી, જે બદલ તેના પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એવી આશા રાખવામાં આવી રહી છેકે તે નવેમ્બર 2014માં ઇંગ્લેન્ડ સામેની સાત મેચોની વનડે શ્રેણી દરમિયાન પરત ફરી શકે છે.

કેન વિલિમયસન

કેન વિલિમયસન

વર્ષઃ- જુલાઇ 2014
15 ડિગ્રીના નિયમનો નવમો શિકાર બન્યો છે ન્યુઝીલેન્ડનો પાર્ટ ટાઇમ ઓફ સ્પિનર બોલર કેન વિલિયમસન. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચ દરમિયાન તેની બોલિંગ શંકાસ્પદ હતી અને ત્યારબાદથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

સઇદ અજમલ

સઇદ અજમલ

વર્ષઃ- સપ્ટેમ્બર, 2014
આઇસીસીના 15 ડિગ્રી બોલિંગ નિયમનો તાજો શિકાર ટોપ રેન્ક્ડ પાકિસ્તાની ઓફ સ્પિનર સઇદ અજમલ બન્યો છે. ગયા મહિને ગાલે ખાતેની શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન તેની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઇ હતી અને તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, આશા છેકે તે આઇસીસી વિશ્વકપ 2015 સુધીમાં ટીમમાં પરત ફરશે.

English summary
top 10 international bowlers who face ban from icc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X