ગુજરાતના મોટેરામાં ભારતને ટેસ્ટ જીતવી કપરી

અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી એટલે કે 1983થી લઇને 2010 સુધી(2010 પછી અહીં એક પણ ટેસ્ટ રમાઇ નથી) 11 ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાં માત્ર પાંચ ટેસ્ટના જ રીઝલ્ટ આવ્યા છે. જ્યારે છ ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે. એનો અર્થ કે અહીં ટેસ્ટ મેચ જીતવા માટે બન્ને ટીમે શાનદાર પ્રદર્શન કરવું પડશે.
ભારતની વાત કરીએ તો 11 મેચમાંથી ભારતનો માત્ર ત્રણ ટેસ્ટમાં વિજય થયો છે, જ્યારે બેમાં ભારતને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભારત છ મેચને ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. ઇંગ્લેન્ડ સામેની મેચની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં એક ટેસ્ટ મેચ રમાઇ છે. 2001માં રમાયેલી આ મેચ ડ્રોમાં પરિણમી હતી.
2001માં રમાયેલી મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 407 જ્યારે બીજી ઇનિંગમાં 257 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 291 અને બીજી ઇનિંગમાં 198 રન બનાવી મેચને ડ્રો કરવામાં સફળ નીવડ્યું હતું. ઉક્ત આંકડા જોતા એવું ફલિત થાય છેકે મોટેરાની પીચ પર ઇંગ્લેન્ડનું પ્રદર્શન સારું છે. જો કે, પરિસ્થિતિ બદલાઇ છે, ભારત ગમે તે સમયે મેચની પરિસ્થિતિ બદલવામાં માહેર છે.
હાલ ઇંગ્લેન્ડની ટીમ ફોર્મમાં છે અને સારું પ્રદર્શન કરી રહી છે. જ્યારે ભારતની ટીમ આતંરિક વિખવાદોના કારણે પોતાના પ્રદર્શન પર ધ્યાન આપી રહી નથી. જેનો અમદાવાદ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ભરપૂર લાભ ઉઠાવશે. જો કે, આંકડાના હિસાબે અહીં મેચ જીતવી કપરી છે.
અહીં 1983થી 2010 દરમિયાન અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચ અંગે માહિતી આપવામાં આવી છે....
મેચના પરિણામ
| ટીમ-1 | ટીમ-2 | વિજેતા | માર્જીન | મેચની તારીખ અને વર્ષ |
| ભારત | વેસ્ટ ઇન્ડિઝ | વેસ્ટ ઇન્ડિઝ | 138 રન | 12-16 નવેમ્બર, 1983 |
| ભારત | પાકિસ્તાન | ડ્રો | 4-9 માર્ચ, 1987 | |
| ભારત | શ્રીલંકા | ભારત | ઇનિંગ અને 17 રન | 8-12 ફેબ્રુઆરી, 1994 |
| ભારત | દક્ષિણ આફ્રિકા | ભારત | 64 રન | 20-23 નવેમ્બર, 1996 |
| ભારત | ન્યૂઝીલેન્ડ | ડ્રો | 29 ઓક્ટો.- 2 નવે., 1999 | |
| ભારત | ઇંગ્લેન્ડ | ડ્રો | 11-15 ડિસેમ્બર, 2001 | |
| ભારત | ન્યૂઝીલેન્ડ | ડ્રો | 8-12 ઓક્ટોબર, 2003 | |
| ભારત | શ્રીલંકા | ભારત | 259 રન | 18-22 ડિસેમ્બર, 2005 |
| ભારત | દક્ષિણ આફ્રિકા | દક્ષિણ આફ્રિકા | ઇનિંગ અને 90 રન | 3-5 એપ્રિલ, 2008 |
| ભારત | શ્રીલંકા | ડ્રો | 16-20 નવેમ્બર, 2009 | |
| ભારત | ન્યૂઝીલેન્ડ | ડ્રો | 4-8 નવેમ્બર, 2010 |












Click it and Unblock the Notifications
