US Open 2019: સેરેના વિલિયમ્સે સેમીફાઈનલમાં બનાવી જગ્યા, 100મી જીત નોંધાવી
US Open 2019: સેરેના વિલિયમ્સે સેમીફાઈનલમાં બનાવી જગ્યા, 100મી જીત નોંધાવી
નવી દિલ્હીઃ સ્ટાર ટેનિક ખેલાડી સેરેના વિલિયમ્સે મંગળવારે રાત્રે આર્થર એશ સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કરતાં અમેરિકા ઓપનના સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. છ વખતની ચેમ્પિયન સેરેનાએ ચીનની યુવા ખેલાડી વાંગ કિઆંગને 6-1, 6-0થી આસાનીથી હરાવી દીધી. 23 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેનાએ આ મેચ જીતવા માટે 44 મિનિટનો સમય લીધો અને અમેરિકન ઓપનમાં સેરેનાની આ 100મી જીત છે.

સેમીફાઈનલમાં જગ્યા બનાવી
સેરેના સેમીફાઈનલમાં ગુરુવારે યૂક્રેનની એલિના સ્વિતોલિના સાથે ટકરાશે. મેચ બાદ સેરેનાએ કહ્યું કે, 'મારા મનમાં ક્યારેય નહોતું આવ્યું કે હું 100મી મેચ જીતી શકીશ. આ મારા માટે ખાસ હતું અને હું તે ગુમાવવા નહોતી માંગતી. હું જાણતી હતી કે મારે આજે અહીં આવીને સારું રમવાનું થશે. હું સારું મહેસૂસ કરી રહી છું.'
|
ઘરે જવા હું તૈયાર નથી
જ્યારે વાંગને લઈ સેરેનાએ કહ્યું કે, 'જ્યારે હું કોઈ એવા ખેલાડી સામે રમું છું જે વાસ્તવમાં સારું રમી રહ્યો છે તો મને ખબર હોય છે કે આ મેચમાં કાંતો મારે ઘરે જવાનું થશે કાંતો તેણે, પરંતું હું ઘરે જવા માટે તૈયાર નથી. મારે જીતવું પડશે અને આગળ વધવું પડશે.'

ઈજાગ્રસ્ત હોવા છતાં જીતી મેચ
આ મેચમાં સેરેનાએ દમદાર પ્રદર્શન કર્યું અને વિપક્ષી ખેલાડીને કેટલાય મોકા આપતા માત્ર 15 અંક ગુમાવ્યા. બીજા સેટમાં ચીની ખેલાડી માત્ર 4 અંક જ જીતી શકી. સેરેનાએ કુલ 25 વિનર દાગ્યા જ્યારે વાંગ એક પણ વિનર ન લગાવી શકી. તે માત્ર છઠી ગેમ જીતી શકી. વાંગે પોતાના પહેલા ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે ઉલટફેર કરતા હાલના ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન અને વર્લ્ડ નંબર 2 એશ્લે બાર્ટીને પણ માત આપી હતી. સેરેના રવિવારે રમાયેલ ચોથા રાઉન્ડના મુકાબલામાં સ્લિપ થઈ પડી ગઈ હતી જેના કારણે તેના જમણા પગની ઘૂંટી વળી ગઈ હતી. તેણે મંગળવારે કહ્યું કે હવે સારું મહેસૂસ કરી રહી છે. આ મેચમાં ઘૂંટીની ઈજા છતાં સેરેના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. સેરેનાએ આ મેચમાં પેટ્રા માર્ટિકને 6-3, 6-4થી માત આપી હતી.












Click it and Unblock the Notifications
