કોહલી-અનુષ્કા પરણી જવાના હતા એટલે આપી મંજુરીઃ બીસીસીઆઇ
બેંગ્લોર, 22 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડમાં પહેલી બે ટેસ્ટ મેચો દરમિયાન વિરાટ કોહલીને તેમની પ્રેમિકા અનુષ્કા શર્માને સાથે રાખવાની પરવાનગી આપવા માટે બીસીસીઆઇ દ્વારા ટીમ મેનેજમેન્ટને એવું કારણ જણાવ્યું હતું કે જે સાંભળીને ટીમ મેનેજમેન્ટ પણ હચમચી ગયું હતું.
બીસીસીઆઇના એક અધિકારીએ પોતાનું નામ જણાવ્યા વગર મેઇલ ટૂડેને જણાવ્યું હતું કે વિરાટ કોહલી પોતાની પ્રેમિકા અને બૉલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યાં છે, તેથી તેમને સાથે રહેવા દેવામાં આવે.
ઇંગ્લેન્ડ સામે પૂર્ણ થયેલી ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કરવા બદલ વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓની આકરી ટીકા કરવામાં આવી રહી છે અને ખરાબ પ્રદર્શન પાછળ તેમની પત્નીઓ અને પ્રેમિકા જવાબદાર હોવાનું બીસીસીઆઇ માની રહી છે. વિરાટ કોહલીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું. તેણે 10 ઇનિંગમાં માત્ર 134 રન જ બનાવ્યા હતા.
નોંધનીય છેકે, જ્યારથી અનુષ્કા સાથે રહેવાની મંજુરી બોર્ડ દ્વારા વિરાટ કોહલીને આપવામાં આવી હોવાની વાત મીડિયામાં ફેલાઇ હતી ત્યારથી બોર્ડ અને કોહલીની બન્નેની ટીકાઓ ક્રિકેટ વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવી હતી અને જે રીતે કોહલીએ ટેસ્ટમાં પ્રદર્શન કર્યું છે, તેના કારણે કોહલી અને અનુષ્કાની સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં ખિલ્લી પણ ઉડાડવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ- વિરાટ કોહલી અને અનુષ્કા વચ્ચે બીસીસીઆઇ બન્યુ ‘એક વિલન'
આ પણ વાંચોઃ- ‘ધ વૉલ' પર BCCIની નજર, દ્રવિડ લેશે ફ્લેચરનું સ્થાન?
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીની 12 અજાણી વાતો

બીસીસીઆઇએ આવું આપ્યું કારણ
હવે જ્યારે વિરાટ કોહલીને શા માટે તેની પ્રેમિકા અનુષ્કા શર્માને ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડમાં સાથે રહેવાની પરવાનગી આપવામાં આવી તેને લઇને પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે ત્યારે બીસીસીઆઇ દ્વારા એવું જણાવાયું છેકે, અમે એટલા માટે મંજુરી આપી હતી કે તેઓએ કહ્યું હતું કે બન્ને ટૂંક સમયમાં લગ્ન કરી લેવાના છે.

ટીમ મેનેજમેન્ટ ચોંકી ગયું હતું
બીસીસીઆઇ અધિકારીએ જણાવ્યું કે, અનુષ્કાને કોહલી સાથે રહેવાની બીસીસીઆઇ દ્વારા મંજુરી આપવામાં આવ્યા બાદ ટીમ મેનેજમેન્ટ ચોંકી ગયું હતું. જોકે કહેવામાં આવ્યું હતું કે ચિંતા કરવા જેવું કોઇ કારણ નથી, આ બન્ને ટૂંક સમયમાં લગ્ન કરી લેવાના છે અને આ પ્રકારની ઘટના પહેલીવાર બની નથી. આ પહેલા પર ટીમના એક સુકાનીની પ્રેમિકા ટીમ સાથે યાત્રા કરી ચૂકી છે.

કોહલી મીડિયા અટેન્શનને હેન્ડલ કરી શકે છે
અધિકારીએ વધુમાં કહ્યું છેકે કેવી રીતે વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડમાં અનુષ્કાની હાજરીને મીડિયાથી દૂર રાખી હતી. તે મીડિયા અટેન્શનને હેન્ડલ કરી શકે છે. જ્યારે ટીમ મેનેજમેન્ટે કહ્યું કે, જ્યારે ઉપ સુકાની કોહલી સાથે તેમની પ્રેમિકા અનુષ્કાની હાજરી અંગે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવશે તો ત્યારે શું કહેવું, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું ક, કોહલી મીડિયાને હેન્ડલ કરી શકે છે અને મીડિયાને ખબર નહીં પડવા દે કે અનુષ્કા તેની સાથે છે.

ધ્યાન મિત્રો પર હોય તો પ્રદર્શન બગડે
અનુષ્કાની હાજરીથી શું કોહલીનું ફોર્મ પ્રભાવિત થયું છે, તે અંગે અધિકારીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ આઠ કલાક સુધી રમવામાં આવે છે અને ધ્યાન જ્યારે મિત્રો પર રહે તો મેદાનમાં તેની અસર જોવા મળે છે, કારણ કે મેદાન બહારની ગતિવિધિઓ દિમાગમાં ચાલતી રહે છે.












Click it and Unblock the Notifications
