સચિનનું સ્થાન લેવા તરફ કોહલીએ માંડ્યું પહેલું ડગઃ તોડ્યો એક રેકોર્ડ
ભારતનો યુવા બેટ્સમેન વિરાટ કોહલી પોતાના બેટથી તહેલકો મચાવી રહ્યો છે. ઝિમ્બાવ્વે વિરુદ્ધ પહેલી વનડેમાં કોહલીએ શાનદાર 115 રનની ઇંનિગ રમી જેના કારણે ભારત છ વિકેટથી વિજય મેળવવામાં સફળ રહ્યું હતું. આ કોહલીની 15મી સદી છે. કોહલીએ 109 વનડેમાં 15 સદી લગાવી છે. આમ કોહલીએ વિરેન્દ્ર સેહવાગ અને મોહમ્મદ યૂસુફના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
સેહવાગે 251 વનડેમાં 15 સદી લગાવી છે, જ્યારે મોહમ્મદ યૂસુફે 288 વનડેમાં 15 સદી લગાવી છે. કોહલી જે પ્રકારે બેટિંગ કરી રહ્યો છે, તેનાથી પરથી લાગી રહ્યું છે કે, તે વિશ્વ ક્રિકેટમાં બીજો સચિન બનવા જઇ રહ્યો છે અથવા તો વિશ્વ ક્રિકેટને સચિનની ખોટ નહીં સાલવા દે.
કોહલી ઘણી ઝડપથી રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝમાં ટ્રાઇ સિરિઝ દરમિયાન કોહલીએ 14મી સદી ફટકારી હતી, ત્યારે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ભારતીય ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા હતા. કોહીલએ 106 વનડેમાં 14મી સદી લગાવી હતી, જ્યારે સચિને 187 વનડે અને ગાંગુલીએ 148 વનડેમાં આ સિદ્ધિ મેળવી હતી.
સેહવાગે 14મી સદી 234 વનડેમાં લગાવી હતી. સચિનના નામ કુલ 49 સદી છે, જ્યારે ગાંગુલીના નામે 22 સદી છે. જો કોહલી આ પ્રકારે જ સદીઓની સંખ્યામાં આગળ વધતો રહ્યો તો, ટૂંક સમયમાં જ તે સચિનના સદીઓના રેકોર્ડની નજીક પહોંચી જશે. વર્ષ 2013માં કોહલીએ 18 ઇનિંગમાં 40.46ની એવરેજથી કુલ 607 રન બનાવ્યા છે, જેમાં બે સદી સામેલ છે. તો ચાલો તસવીરો થકી એક નજર ફેરવીએ કોહલીની 15 સદીઓ પર.

કોહલીની 1લી સદી
2009માં કોલકતાના ઇડન ગાર્ડનમાં શ્રીલંકા વિરુદ્ધ પહેલી સદી લગાવી હતી. 114 બોલમાં 107 રન બનાવ્યા હતા.

કોહલીની 2જી સદી
મીરપુરમાં શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 92 બોલમાં અણનમ 102 રન બનાવ્યા હતા.

કોહલીની 3જી સદી
વિશાખાપટ્ટનમમાં એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 121 બોલમાં 118 રન બનાવ્યા હતા.

કોહલીની 4થી સદી
ગુવાહાટીના નહેરુ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 104 બોલમાં 105 રન બનાવ્યા હતા.

કોહલીની 5મી સદી
મીરપુરના શેર એ બાગ્લા સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 83 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા.

કોહલીની 6ઠ્ઠી સદી
કાર્ડિફના સ્વાલેક સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 93 બોલમાં 107 રન બનાવ્યા હતા.

કોહલીની 7મી સદી
દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં ન્યુઝીલેન્ડ િવિરુદ્ધ 98 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા.

કોહલીની 8મી સદી
વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 123 બોલમાં 117 રન બનાવ્યા હતા.

કોહલીની 9મી સદી
ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં શ્રીલંકા વિરુદ્ધ 84 બોલમાં અણનમ 133 રન બનાવ્યા હતા.

કોહલીની 10મી સદી
મીરપુરના શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ 120 બોલમાં 108 રન બનાવ્યા હતા.

કોહલીની 11મી સદી
મીરપુરના શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં પાકિસ્તાન વિરુદ્ધ 148 બોલમાં 183 રન બનાવ્યા હતા.

કોહલીની 13મી સદી
રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ 113 બોલમાં 106 રન બનાવ્યા હતા.

કોહલીની 13મી સદી
કોંલબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ 107 બોલમાં સદી લગાવી હતી.

કોહલીની 14મી સદી
ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવેલ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 83 બોલમાં 102 રન બનાવ્યા.

કોહલીની 15મી સદી
હરારેમાં ઝિમ્બાવ્વે વિરુદ્ધ 108 બોલમાં 115 રન બનાવ્યા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
