હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યુ, વીરુએ કહ્યુ, ‘બાપ બાપ હોય છે’

Subscribe to Oneindia News

પોતાના મજેદાર ટ્વીટથી ચર્ચામાં રહેતા વીરેન્દ્ર સહેવાગે ફરી એક વાર એવુ ટ્વીટ કર્યુ છે કે લોકો તેમની જ વાતો કરી રહ્યા છે. વીરેન્દ્ર સહેવાગના ટ્વીટ પર અમુક લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. વીરેન્દ્ર સહેવાગે રવિવારે રાત્રે 9 વાગે એક ટ્વીટ કર્યુ. આ ટ્વીટમાં તેમણે લખ્યુ, 'કાલની સ્ટોરીનો સાર એ છે કે મા ની મમતાથી જીત આસાન થઇ જાય છે, આજની સ્ટોરીનો સાર એ છે કે બાપ બાપ હોય છે. (#BaapBaapHotaHai).

viru


તમને જણાવી દઇએ કે સહેવાગે આ ટ્વીટ ભારત અને પાકિસ્તાન વચ્ચે મલેશિયામાં રમાયેલ એશિયાઇ ચેમ્પિયંસ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 3-2 થી હરાવ્યા બાદ કર્યુ હતુ.

viru 1

એક દિવસ પહેલા જ ભારતે ન્યૂઝીલેંડને ક્રિકેટમાં 190 રનથી હરાવીને સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. આ મેચની ખાસ વાત એ હતી કે બધા ખેલાડીઓએ પોતાની મા ના નામનું ટી શર્ટ પહેર્યુ હતુ. આ કારણે જ સહેવાગે પોતાના ટ્વીટમાં કહ્યુ કે મા ની મમતા જીત આસાન બનાવી દે છે.

viru 3


આ તરફ તેમના દ્વારા કરાયેલ 'બાપ બાપ હોય છે' વાળુ ટ્વીટ હોકીમાં પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાન પર કરાયેલ કટાક્ષ છે. વીરેન્દ્ર સહેવાગના ટ્વીટ પર અમુક લોકો તેમની સાથે ખડેપગે નજરે પડ્યા તો ઘણા લોકોએ તેમની આકરી ટીકા પણ કરી.

viru 4


હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ કેટલાક લોકો તો એવુ પણ કહી રહ્યા છે કે ભારતે માત્ર સીમા પર જ નહિ પરંતુ હોકીમાં પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

English summary
Virender Sehwag tweet on india beating pakistan in hockey match
Please Wait while comments are loading...