અમે કોઇ નબળી ટીમ નથી, ધોનીનો ગાવસ્કરને જવાબ

ઉલ્લેખનીય છે કે મહાન ખેલાડી સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા હજી પણ એટલી જ નબળી છે જેટલી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન હતી. ભારતી ટીમ આ બંને પ્રવાસ દરમિયાન સતત 8 ટેસ્ટ મેચ હારી ગઇ હતી જેના કારણે તે ટેસ્ટ રેન્કિંગમાં નંબર એકનું સ્થાન ગુમાવ્યું હતું.
ગાવસ્કરે જણાવ્યું હતું કે ટીમના મુખ્ય ખેલાડીઓ હજી પણ ફોર્મમાં નથી, અને સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. જ્યારે ઇંગ્લોન્ડની ટીમ સારા ફોર્મમાં છે અને આ સીરિઝ એક તરફી સાબિત થશે. જોકે મહેન્દ્રસિંહ ધોનીએ આ તમામ બાબતોને રદિયો આપી દીધો હતો.












Click it and Unblock the Notifications
