For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોચ્ચિ વન-ડે: સૈમુઅલ્સે દેખાડ્યો દમ, 124 રનથી ભારતની શરમજનક હાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કોચ્ચિ, 9 ઓક્ટોબર: કોચ્ચિ વનડેમાં વેસ્ટઇંડીઝને સામાન્ય ગણવું ભારતને ભારે પડી ગયું. વેસ્ટઇંડીઝે ભારતને પ્રથમ વનડેમાં 124 રનથી હરાવી પાંચ મેચોની સીરીઝમાં 1-0થી મનોવૈજ્ઞાનિક બઢત પ્રાપ્ત કરી લીધી છે.

ભારતીય ટીમે પોતાના કોટાની 50 ઓવર પણ રમી શકી નહી અને 41મી ઓવરમાં જ 197 રનો પર ઓલ આઉટ થઇ ગઇ. પહેલી વનડેમાં ટોસ જીતવા ઉપરાંત ભારત માટે કંઇપણ સારું થયું નહી. તેના બેસ્ટમેનો 322 રનોનો પીછો કરતં ટીમને ધ્વસ્ત થઇ ગયા. પરિણામ એ આવ્યું કે પોતાના જ ઘરમાં ટોસ જીત્યા બાદ ભારતના મહેમાનોના હાથે હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને એ આશામાં વેસ્ટઇંડીઝે બેટીંગનું આમંત્રણ આપ્યું હશે કે તેમને ઓછા સ્કોરમાં આઉટ કરીને સરળતાથી લક્ષ્યનો પીછો કરી લેશે પરંતુ કેરેબિયનનો ઇરાદો બીજો કંઇક જ હતો. ડ્વેન સ્મિથ અને પાકિસ્તાન ડ્વેન બ્રાવોએ પ્રથમ વિકેટ માટે ફક્ત સાત ઓવરમાં જ 34 રન જોડી દિયા. આ સ્કોર પર કેપ્ટન બ્રાવો 17 રન બનાવીને આઉટ થઇ ગયા. ત્યારબાદ ક્રીજ પર આવેલા બ્રાયન લારાના ભત્રીજા ડેરેન બ્રાવો.

કોચ્ચિ વનડેમાં વેસ્ટઇંડીઝની ધમાકેદાર જીત

કોચ્ચિ વનડેમાં વેસ્ટઇંડીઝની ધમાકેદાર જીત

ટીમના કુલ 98 રનના સ્કોર પર સ્મિથ 45 બોલમાં શાનદાર 46 રન બનાવીને આઉટ થયા. બીજી વિકેટ પડ્યા બાદ મેચના હીરો મર્લન સેમુઅલ્સ પીચ પર આવ્યા અને તેમણે ક્રીજ પર એવી મજબૂતી જમાવી કે અંત સુધી ભારતીય બોલર તેમને આઉટ કરી ન શક્યા. સેમુઅલ્સે 116 બોલમાં અણનમ 126 રનોની તોફાની ઇનિંગ રમી. અંતે આ ઇનિંગ વેસ્ટઇંડીઝની જીતનો આધાર બની. દિનેશ રામદીને પહેલી મેચમાં પણ બાંગ્લાદેશ વિરૂદ્ધ દર્શાવેલા ફોર્મને જાળવી રાખ્યો.

વેસ્ટઇંડીઝે ભારતને આપી શરમજનક હાર

વેસ્ટઇંડીઝે ભારતને આપી શરમજનક હાર

વેસ્ટઇંડીઝના આ વિકેટ કિપરે 59 બોલમાં 61 રનોની ઝડપી ઇનિંગ રમી. સેમુઅલ્સ અને રામદીને 165 રનોની ભાગીદારી કરી. પોતાની ઇનિંગ નિર્ધારિત પચાસ ઓવરમાં વેસ્ટઇંડીઝે 6 વિકેટ ખોલીને 321 રનોનો પહાડ ઉભો કરી દિધો.

ભારતીય બોલરો મોંઘા સાબિત થયા

ભારતીય બોલરો મોંઘા સાબિત થયા

ભારત દ્વારા મોહંમદ શમીએ ચાર વિકેટ ઝડપી પરંતુ અંતિમ ઓવરોમાં તે ખૂબ મોંઘા સાબિત થયા. ભુવનેશ્વર કુમારે જો કે જોઇ વિકેટ મળી નહી પરંતુ તેમણે 10 ઓવરોમાં ફક્ત 38 રન આપ્યા, સ્પિનર ખાલી નામ માત્રના જ રહ્યા. બંને સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને અમિત મિશ્રાએ દિલ ખોલીને રન લુટાવ્યા. જાડેજાએ 10 ઓવરોમાં 58 રન આપ્યા તો મિશ્રાએ એટલી જ ઓવરોમાં 72 રન ખર્ચ કર્યા.

ભારતની વર્લ્ડકપની તૈયારીને આપ્યો મોટો ઝટકો

ભારતની વર્લ્ડકપની તૈયારીને આપ્યો મોટો ઝટકો

322 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ધવન અને રહાણેએ આઠ ઓવરમાં 49 રન બનાવીને સારી શરૂઆત આપી પરંતુ આ સ્કોર પર ધવનની ભૂલના લીધે રહાણે રન આઉટ થઇ ગયો. કોહલીએ કંઇપણ વિરાટ ન કર્યું અને ફક્ત બે રન બનાવીને આઉટ થઇ ગયો. અંબાતી રાયુડૂ પણ ગોલ્ડન ચાન્સને ગુમાવી દિધો અને ફક્ત 13 રન બનાવીને મૂર્ખામીભર્યો શોટ લગાવીને પેવેલિયન ભેગા થઇ ગયા.

ખરાબ ફોર્મના વંટોળમાં બહાર નીકળી ન શક્યા વિરાટ કોહલી

ખરાબ ફોર્મના વંટોળમાં બહાર નીકળી ન શક્યા વિરાટ કોહલી

બે દિવસ પહેલાં ટીમના ડાયેક્ટર રવિ શાસ્ત્રી પાસેથી પ્રશંસા પ્રાપ્ત કરેલા રૈના ખાતું ખોલાવ્યા વિના પાછા ફર્યા. કેપ્ટન ધોની પાસે ઘણી આશાઓ હતી, પરંતુ આ વખતે તે આશાનો બોઝ ઉઠાવી શક્યા નહી અને ડેરેને સૈમીએ તેમને આઉટ કરી દિધા. બીજી તરફ શિખર ધવન હારેલી લડાઇ રમી રહ્યાં હતા. અંતિમ 29 ઓવરમાં તેમની 68 રનોની ઇનિંગનો પણ અંત થયો. 68 રનો માટે શિખર ધવને 92 બોલ રમ્યા. આનાથી અંદાજો લગાવી શકાય કે ભારતીય બેસ્ટમેનો પર વેસ્ટઇંડીઝના બોલર કયા પ્રકારે હાવી હતા.

રૈના પણ ઝીરોમાં આઉટ

રૈના પણ ઝીરોમાં આઉટ

જ્યારે બેટીંગ ધરાશય થઇ ગઇ તો પછી બોલરો પાસે બેટીંગની આશા નકામી છે. મર્લન સેમુઅલ્સને તેમના મેચ વિજયી શાનદાર સદી માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

સેમુઅલ્સ બન્યા મેન ઓફ ધ મેચ

સેમુઅલ્સ બન્યા મેન ઓફ ધ મેચ

અનિશ્વિતતાની રમત ક્રિકેટે એકવાર ફરી સાબિત કર્યું કે જેનો દિવસ હોય છે તે દુનિયાની મોટી ટીમને પણ હરાવી શકે છે. હવે બીજી વનડે માટે બંને ટીમો જ્યારે 11 ઓક્ટોબરના રોજ દિલ્હીના ફિરોજશાહ કોટલામાં ભિડશે તો વેસ્ટઇંડીઝની પાસે આ જીતનો ખોરાક હશે જે ટોનિકનું કામ કરશે. તો બીજી તરફ આ સીરીઝને વર્લ્ડકપની તૈયારીના રૂપમાં લઇ રહેલી ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે, સાથે જ વિરાટ કોહલીનું ખરાબ પરર્ફોમન્સ ચિંતાનો વિષય છે.

English summary
India suffered a batting collapse losing five wickets for 63 runs as West Indies, riding an unbeaten century from Marlon Samuels, started the five-match series with a massive 124 runs win in the first ODI at the Nehru Stadium here Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X