'એકાદ-બે વાર ડ્રગ્સ લેવાથી શું નુક્સાન થવાનું'

બીજી તરફ ઓલંપિયન અખિલ કુમારે કહ્યું કે આ તમામ માટે શરમજનક બાબત છે. અખિલ કુમારે વિજેન્દરને સલાહ આપી છે કે તે પોલીસને તપાસમાં સહયોગ કરે.
30 કરોડના હેરોઇન મામલામાં ફસાયેલા ઓલિમ્પિક વિજેતા બોક્સર વિજેન્દર સિંહને પંજાબ પોલીસ કોઇપણ ભોગે માફ કરવા ઇચ્છતી નથી. પંજાબ પોલીસ સતત આ મામલે વિજેન્દરના બ્લડ સેમ્પલ લેવાના પ્રયત્નો કરી રહી છે. પોલીસે આ મામલો ગુચવાતા જોઇ હવે વરિષ્ઠ વકીલો પાસે બ્લડ સેમ્પલ અંગેની કાયદાકીય સલાહ માંગી છે.
વિજેન્દરે પંજાબ પોલીસને બ્લડ સેમ્પલ આપવાની મનાઇ કરી દીધી હતી, ત્યારબાદ હરિયાણામાં બ્લડ સેમ્પલ લેવાની વાત કરવામાં આવી હતી જે પંજાબ પોલીસને સ્વિકાર્ય નહોતી. પંજાબ પોલીસ હવે આ મામલામાં ગુચવાતી જણાઇ રહી છે, જેના કારણે વકીલો પાસે કાયદાકીય સલાહ માંગવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોલીસે વકીલોને પૂછ્યું છે કે હરિયાણામાં જે બ્લડ સેમ્પલ લેવામાં આવશે તે બ્લડ સેમ્પલ તે કેવી રીતે પંજાબમાં માન્ય કરવામાં આવે. જ્યારે આ મામલો પંજાબનો છે. આ મામલે પોલીસે વકીલો પાસે કાયદાકીય સલાહ માંગી છે અને વિજેન્દરને લઇને ઘણા મહત્વના પ્રશ્નો કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
