24 વર્ષે ટીમની કમાન સંભાળનાર રિષભ પંત ગર્લફ્રેન્ડની બાબતમાં પણ લકી છે, જાણો કોણ છે તેની ગર્લફ્રેન્ડ?

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેએલ રાહુલ આ T20 ઈન્ટરનેશનલ સીરીઝમાં ભારતની કેપ્ટનશીપ કરવાનો હતો, પરંતુ ઈજાના કારણે તે આખી સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. કેએલ રાહુલની જગ્યાએ પસંદગીકારોએ આ સમગ્ર શ્રેણી માટે રિષભ પંતને કેપ્ટન બનાવ્યો છે.

સોશિયલ મીડિયા પર રિષભની ગર્લફ્રેન્ડની ચર્ચા

સોશિયલ મીડિયા પર રિષભની ગર્લફ્રેન્ડની ચર્ચા

24 વર્ષની ઉંમરે રિષભ પંતને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઋષભ પંતના અંગત જીવનની વાત કરીએ તો તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથેના તેના સંબંધોને લઈને ચર્ચાઓ થતી રહી છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી ખૂબ જ સુંદર છે. ઈશા દેહરાદૂનની રહેવાસી છે અને તે વ્યવસાયે બિઝનેસમેન અને ઈન્ટિરિયર ડિઝાઈનર છે.

દહેરાદૂનથી અભ્યાસ કર્યો છે

દહેરાદૂનથી અભ્યાસ કર્યો છે

ઈશા નેગીએ પોતાનું સ્કૂલિંગ કોન્વેન્ટ ઑફ જીસસ એન્ડ મેરી, દેહરાદૂન અને કૉલેજ એમિટી યુનિવર્સિટી નોઈડાથી કરી છે.

ઈશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ઈશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ઈશા નેગી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં તેના 1 લાખ 95 હજારથી વધુ ફોલોઅર્સ છે. ઈશા નેગીને સાહિત્ય અને ફિલોસોફીમાં ખૂબ જ રસ છે.

પંતે પ્રપોઝ કર્યુ હતુ

પંતે પ્રપોઝ કર્યુ હતુ

વર્ષ 2020ની શરૂઆતમાં ઋષભ પંતે ઈશા નેગી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ પંતે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ઋષભ પંતનું નામ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

રિષભ અને ઈશા રિલેશનશિપમાં છે

રિષભ અને ઈશા રિલેશનશિપમાં છે

વર્ષ 2019 માં ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા જુહુની એસ્ટેલા હોટેલમાં મોડી રાત્રે ડિનર ડેટ પર જતા જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમના સંબંધોના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. પરંતુ પછી એવા અહેવાલો આવ્યા કે ઉર્વશી અને ઋષભ પંત અલગ થઈ ગયા અને પંતે ઉર્વશીને વોટ્સએપ પર બ્લોક કરી દીધી. ઋષભ પંતને શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં તક મળી ન હતી. તે મેદાન પર પણ ખરાબ ફોર્મમાં હતો. જેને લઈને તે પણ ચિંતિત હતો. એવી અટકળો હતી કે આ તણાવને કારણે ઋષભ પંતે ઉર્વશી રૌતેલાને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી. રિષભ પંત હાલમાં ઈશા નેગી સાથે રિલેશનશિપમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X