સચિનની ચેતવણી, દક્ષિણ આફ્રિકાને હળવાશથી ના લેવું જોઇએ
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા હાલમાં ઘણી ઉત્સાહિત છે, પરંતુ આ ઉત્સાહ તેને નેક્સ્ટ મેચમાં ભારે પણ પડી શકે છે. જેના માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયાને વોર્નિંગ પણ આપી છે કે તેઓ દક્ષિણ આફ્રિકાને હળવાશથી ના લે.
વિશ્વકપના પ્રબળ દાવેદારમાંથી એક સાઉથ આફ્રિકાની સાથે ભારતનો મુકાબલો આ રવિવારે થવાનો છે. એટલા માટે સચિને ટીમ ઇન્ડિયાને જણાવ્યું છે કે તેમણે ઝડપી બોલર ડેલ સ્ટેનનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

જોકે તેંડુલકરે ભારતીય બેટિંગ પર પૂરેપૂરો વિશ્વાસ દર્શાવતા જણાવ્યું કે તેમને વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને સુરેશ રૈનામાં પૂરેપૂરો વિશ્વાસ છે. સાથે જ તેંડુલકરે બેટિંગ ક્રમમાં પણ છેડછાડ નહીં કરવાની પણ સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે 'હું હાલનો જે બેટિંગ ક્રમ છે તેને જ યથાવત રાખવા માંગીશ, એવામાં જો ઘણી વિકેટ પડી જાય તો હું રહાણેને રૈના કરતા આગળ ચોથા ક્રમે બેટિંગ કરવા બોલાવવા માંગીશ. શરૂઆતની ચાર ઓવરમાં હું રૈનાને ક્રિઝ પર જોવાનું પસંદ નહીં કરું.'












Click it and Unblock the Notifications
