For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટી20 વિશ્વકપઃ ભારત ઇતિહાસ રચવા, શ્રીલંકા બદલો લેવા ઉતરશે

|
Google Oneindia Gujarati News

મીરપુર, 6 એપ્રિલઃ આઇસીસી ટી20 વિશ્વકપની ફાઇનલ મેચ રવિવારે બાંગ્લાદેશના શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા એકબીજાનો સામનો કરવા ઉતરશે, ત્યારે આ પહેલીવાર નહીં હોય કે આ સ્તરની ટૂર્નામેન્ટમાં પહેલીવાર ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. આ પહેલા આઇસીસી વિશ્વકપ 2011ની ફાઇનલમાં પણ બન્ને દેશો એકબીજા સામે ટકરાયા હતા, જેમાં ભારતનો વિજય થયો હતો.

msdhoni-malinga-wt20-cup
ટી20 વિશ્વકપમાં ભારત એકમાત્ર એવી ટીમ છે, જે હારી નથી, જોકે શ્રીલંકાના પ્રદર્શનને ઓછું આંકી શકાય નહીં. ટૂર્નામેન્ટમાં શ્રીલંકાને અત્યારસુધી એકમાત્ર હાર ઇંગ્લેન્ડના હાથે મળી છે. રવિવારે ફાઇનલ મેચ ભારતીય ટીમ માટે અન્ય એક રીતે પણ મહત્વપૂર્ણ છે. ભારત જો ફાઇનલ જીતી ટી20 ચેમ્પિયન બની જાય છે તો એકસાથે આઇસીસી વિશ્વકપ, ચૈમ્પિયન્સ ટ્રોફી અને ટી20 વિશ્વકપ જીતનારો એકમાત્ર દેશ બની જશે.

બીજી તરફ શ્રીલંકા પાસે આઇસીસી વિશ્વકપ 2007 અને 2011ની ફાઇનલ મેચમાં કરવામાં આવેલી ભૂલોને સુધારવાની તક છે. આ ઉપરાંત શ્રીલંકન ટીમે ટી20 વિશ્વકપની ફાઇનલમાં અને 2009ની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત આઇસીસી ટી20 વિશ્વકપની પહેલી શ્રેણી 2007માં જીત્યા બાદ બીજીવાર ફાઇનલમાં પહોંચ્યું છે. એટલે સુધી કે ભારત આ 2007 બાદ ક્યારેય નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી શક્યું નહોતું.

સેમીફાઇનલમાં ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ખેલાડીઓની પસંદગીને લઇને ઘણા ચોંકવનારા નિર્ણયો લીધા હતા, જોકે તેના બધા જ નિર્ણય સાચા ઠર્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે, શ્રીલંકા જેવી ટીમ સામે ભારતની રણનીતિ શું હશે.

બન્ને દેશોની ટીમ
ભારતઃ- રોહિત શર્મા, અજિંક્ય રહાણે, શિખર ધવન, વિરાટ કહોલી, યુવરાજ સિંહ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની(સુકાની), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અમિત મિશ્રા, ભુનવેશ્વર કુમાર, મોહિત શર્મા, મોહમ્મદ શમી, સ્ટુઅર્ટ બિન્ની, વરુણ એરોન.

શ્રીલંકાઃ- દિનેસ ચાંડિમલ, કુશલ પરેરા, તિલકરત્ને દિલશાન, મહિલા જયવર્દને, કુમાર સંગાકારા, થિરિમાને, મેથ્યુઝ, પ્રસન્ના, થિસારા પરેરા, કુલાસેકરા, સચિત્રા સેનાનાયકે, મલિંગા, રંગના હેરાથ, સુંરગા લકમાલ, અજંતા મેંડિસ.

English summary
In sublime form through the tournament, India would be aiming to become the first team to win the World Twenty20 title for a second time but a gutsy Sri Lanka stands in the way in what promises to an exciting summit clash between the sub-continental rivals on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X