ઉમર નાનીને કામ મોટું, ક્રિકેટના સૌથી યુવાન સુકાનીઓ
ક્રિકેટમાં આમ તો ટીમમાં સ્થાન મેળવવા માટે ખેલાડીને આકરી મહેનત કરવી પડે છે. કેટલાક ખેલાડી એવા હોય છે કે, જેમને ઉમરનો એક તબક્કો પૂર્ણ થઇ ગયા બાદ ક્રિકેટ રમવાની તક મળે છે અને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતી હોય છે, પરંતુ ક્રિકેટ વિશ્વમાં એવા ઘણા બધા ખેલાડી છે કે, જેઓને નાની ઉમરે ક્રિકેટ રમવાનો અને ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાની તક મળે છે. ત્યારે આજે અમે અહીં એવા જ કેટલાક ખેલાડીઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે, જેઓએ નાની ઉમરે ક્રિકેટ વિશ્વમાં પોતાના દેશનું નેતૃત્વ કર્યું હતું.
ટીમનું સુકાની પદ અત્યંત મહત્વ ધરાવતું હોય છે. હાલ ઝિમ્બાવ્વે સામે વિરાટ કોહલીએ પોતાની જાતને એક સુકાની તરીકે પુરવાર કર્યો છે, આ પહેલા ધોનીએ ક્રિકેટમાં પગ મુક્યાના એકાદ બે વર્ષમાં જ ટીમનું સુકાની પદ હાંસલ કરી લીધું હતું, જો કે, એ અંગે પછી ક્યારેક ચર્ચા કરીશું પરંતુ આજે અહીં વિશ્વ ક્રિકેટમાં નાની ઉમરે બનેલા સુકાની અંગે જણાવી રહ્યાં છીએ. અર્જૂન રણતુંગાએ 24 વર્ષ અને 333 દિવસની ઉમરે ઢાકામાં 29 ઓક્ટોબર 1988ના રોજ ભારત સામે શ્રીલંકાનું સુકાન સંભાળ્યું હતું. ભારતની વાત કરવામાં આવે તો સુરેશ રૈના પણ એક યુવા સુકાની બન્યો હતો, તેણે 23 વર્ષની ઉમરે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં વિશ્વ ક્રિકેટના કયા કયા ખેલાડી છે.

રાજીન સાલેહ
બાંગ્લાદેશી ખેલાડી રાજીન સાલેહએ 20 વર્ષ અને 297 દિવસની ઉમરે 12 સપ્ટેમ્બર 2004ના રોજ બ્રિમિંગહામ ખાતે દક્ષિણ આફ્રિકા સામે બાંગ્લાદેશનું નેતૃત્વ કર્યું હતું.

તાટેન્ડા તૈયબુ
ઝિમ્બાવ્વેના તાટેન્ડા તૈયબુએ 20 વર્ષ અને 342 દિવસની ઉમરે 20 એપ્રિલ 2004ના રોજ બુલાવાયોમાં શ્રીલંકા સામે ઝિમ્બાવ્વેનુ સુકાન સંભાળ્યું હતું.

પ્રોસ્પેર ઉત્સેયા
ઝિમ્બાવ્વેના ખેલાડી પ્રોસ્પેર ઉત્સેયાએ 21 વર્ષ અને 125 દિવસની ઉમરે બાંગ્લાદેશ સામે 29 જુલાઇ 2006ના રોજ હરારેમાં ઝિમ્બાવ્વેનું નેતૃત્વ કર્યું હતું.

કેન વિલિયમસન
ન્યુઝીલેન્ડના યુવા ખેલાડી કેન વિલિયમસને 21 વર્ષ અને 332 દિવસની ઉમરે વેસ્ટ ઇન્ડિઝ સામે કિંગસ્ટનમાં ન્યુઝીલેન્ડનું સુકાન 5 જુલાઇ 2012ના રોજ સંભાળ્યું હતું.

વકાર યુનિસ
પાકિસ્તાની ખેલાડી વકાર યુનિસે 21 વર્ષ અને 354 દિવસની ઉમરે વેસ્ટ ઇન્ડિઝ સામે શારજાહમાં 5 નવેમ્બર 1993ના રોજ પાકિસ્તાનનું નેતૃત્વ કર્યું હતું.

ગ્રીમ સ્મિથ
દક્ષિણ આફ્રિકન ખેલાડી ગ્રીમ સ્મિથે 22 વર્ષ અને 71 દિવસની ઉમરે ભારત સામે ઢાકા ખાતે રમાયેલી 13 એપ્રિલ 2003ની મેચમાં દક્ષિણ આફ્રિકાનું સુકાન સંભાળ્યું હતું.

શાકિબ અલ હસન
બાંગ્લાદેશી શાકિબ અલ હસને 22 વર્ષ 124 દિવસની ઉમરે બાંગ્લાદેશનું નેતૃત્વ વેસ્ટ ઇન્ડિઝ સામે 26 જુલાઇ 2009ના રોજ કર્યું હતું.

મોહમ્મદ અશરફુલ
બાંગ્લાદેશી ખેલાડી મોહમ્મદ અશરફુલે 23 વર્ષ અને 13 દિવસની ઉમરે શ્રીલંકા સામે કોલંબોમાં 20 જુલાઇ 2007ના રોજ બાંગ્લાદેશનું સુકાન સંભાળ્યું હતું.

મુશફિકર રહિમ
બાંગ્લાદેશી ખેલાડી મુશફિકર રહિમે 23 વર્ષ અને 42 દિવસની ઉમરે ઢાકામાં 13 ઓક્ટોબર 2011ના રોજ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બાંગ્લાદેશનુ નેતૃત્વ કર્યું હતું.

સચિન તેંડુલકર
ભારતીય ખેલાડી અને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે 23 વર્ષ અને 126 દિવસની ઉમરે શ્રીલંકા સામે 28 ઑગસ્ટ 1996ના રોજ કોલંબોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.

જાવેદ મિયાંદાદ
પાકિસ્તાની ખેલાડી જાવેદ મિયાંદાદે 23 વર્ષ અને 162 દિવસની ઉમરે કરાચીમાં 21 નવેમ્બર 1980ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે પાકિસ્તાનનું સુકાન સંભાળ્યું હતું.

સુરેશ રૈના
ભારતીય ખેલાડી સુરેશ રૈનાએ 23 વર્ષ અને 182 દિવસની ઉમરે બુલાવાયોમાં 28 મે 2010ના રોજ ઝિમ્બાવ્વે સામે ભારતનું સુકાન સંભાળ્યું હતું.

મોઇન ખાન
પાકિસ્તાની ખેલાડી મોઇન ખાને 23 વર્ષ અને 196 દિવસની ઉમરે શારજાહમાં 7 એપ્રિલ 1995ના રોજ ભારત સામે પાકિસ્તાનનું નેતૃત્વ કર્યું હતું.

દિનેશ ચંડીમલ
દિનેશ ચંડીમલે 23 વર્ષ અને 244 દિવસની ઉમરે દક્ષિણ આફ્રિકા સામે 20 જુલાઇ 2013ના રોજ કોલંબોમાં શ્રીલંકાનું સુકાન સંભાળ્યું હતું.

કપીલ દેવ
ભારતીય ખેલાડી કપીલ દેવે 23 વર્ષ અને 249 દિવસની ઉમરે અમૃતસરમાં 12 સપ્ટેમ્બર 1982ના રોજ શ્રીલંકા સામે ભારતનું નેતૃત્વ કર્યું હતું.