For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'યુવા ખેલાડીઓ સચિનનું સ્થાન લેવા માટે તૈયાર'

|
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 19 નવેમ્બરઃ સચિન તેંડુલકરને પહેલા ઘણી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની સલાહ આપી ચુકેલા ભારતના પૂર્વ સુકાની કપીલ દેવે આ વખતે સચિનનું સમર્થન કરતા કહ્યું છે કે તે ઉચ્ચસ્તરીય ક્રિકેટમાં 23 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે અને આપણે બધા ઇચ્છીએ છીએ કે તે ટીમ ઇન્ડિયા માટે વધુ રમે અને 30 વર્ષ પૂર્ણ કરે.

sachin-action
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સચિનની નિવૃત્તિ પછી ટીમને તેમની ખોટ સાલશે? આ અંગે કપીલે કહ્યું છે કે મને લાગે છે કે હવે યુવા ખેલાડીઓ સચિનનું સ્થાન લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયા છે. અમારા સમયમાં જ્યારે સુનીલ ગાવાસ્કરે સન્યાસ લીધો હતો તો બધા એવું વિચારતા હતા કે શું ટીમ તેમના વગર સારું પ્રદર્શન કરી શકશે, પરંતુ ટીમમાં યુવા ખેલાડીઓ આવતા ગયા અને જેમણે ટીમને વધુ સારી બનાવી. આ રીતે હવે ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી જેવા યુવા ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન બનાવી રહ્યાં છે.

આ પહેલા સચિનના ખરાબ પ્રદર્શનમાંથી પસાર થવા અંગે કપીલે કહ્યું હતું કે સચિન એક મોટા ખેલાડી છે, પરંતુ તેમણે એ વિચારવું જોઇએ કે ખેલાડીનો એક સમય હોય છે. તેમણે પણ યોગ્ય સમયે ક્રિકેટને અલવિદા કરી દેવું જોઇએ. સચિન સારા ફોર્મમાંનથી અને તે પોતાની જૂની ખ્યાતિના દમ પર ટીમમાં સ્થાન જાળવી રહ્યાં છે.

નોંધનીય છે કે સચિને 15 નવેમ્બર 2012એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 વર્ષ પૂર્ણ કર્યા. સચિનને ભારત રત્ન આપવા અંગે કપીલે કહ્યું છે કે કોઇ ક્રિકેટરને ભારત રત્ન આપવામાં આવે તો જરૂરથી ખેલાડીઓને સારું લાગશે. તેનાથી ખરેખર એક સન્માનની ભાવના આવે છે. કપીલ દેવે 131 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને આઠ સદી તથા 27 અડધી સદીની મદદથી 5248 રન બનાવ્યા છે. જ્યારે 225 વનડે મેચોમાં એક સદી અને 14 અડધી સદીની મદદથી 3783 રન બનાવ્યા છે.

English summary
Former India skipper Kapil Dev said that master blaster Sachin Tendulkar is in good form, he would wish to see him complete 30 years in international cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X