ન્યૂઝીલેન્ડ માટે ટીમ ઇન્ડિયા જાહેરઃ યુવીની હકાલપટ્ટી
મુંબઇ, 31 ડિસેમ્બરઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે બીસીસીઆઇની પસંદગી સમિતિ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી છે, જેમાં યુવરાજ સિંહને પડતો મુકવામાં આવ્યો છે અને ઓલ રાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની તથા વરુણ એરોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટૂર 19 જાન્યુઆરીથી શરૂ થશે. જ્યાં ભારત પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. આ શ્રેણી 19 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.

વનડે ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની(સુકાની), શીખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, સુરેશ રૈના, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, ઇશાંત શર્મા, અમિત શર્મા, ઇશ્વર પાંડે, સ્ટુઅર્ટ બિન્ની, વરુણ એરોન.
.
ટેસ્ટ શ્રેણીઃ મહેન્દ્ર સિંહ ધોની(સુકાની), શીખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, વિરાટ કહોલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, ઝહીર ખાન, મોહમ્મદ સામી, ઇશાંત શર્મા, અંબાતી રાયડુ, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન, ઉમેશ યાદવ, રિદ્ધિમાન સાહા, ઇશ્વર પાંડે.












Click it and Unblock the Notifications
