'બેંગોલ ટાઇગર'ને વિશ્વાસ 'સિંહ' ફરશે ટીમમાં પરત
કોલકતા, 20 સપ્ટેમ્બરઃ ઇન્ડિયા એ તરફથી યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવી રહેલા શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત થઇ ઉઠેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ સફળ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, આ સ્ટાઇલીશ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ભારતીય ક્રિકેટ ટીમમાં પુનરાગમન કરવાને હકદાર છે.
ગાંગુલીએ કહ્યું કે, તેને ફરીથી આ પ્રકારે બેટિંગ કરતો જોવો એ ઘણી જ સારી બાબત છે. હું જરા પર આશ્ચર્ય નથી કે તે પુનરાગમન કરશે. તે 200 ટકા પુનરાગમન કરશે. મીડલ ઓર્ડરમાં યુવરાજ સિંહ હોવો જોઇએ. દિનેશ કાર્તિક પ્રત્યે આદર છે, પરંતુ નંબર 4ની પોઝીશન યુવરાજ સિંહ વધારે ડિઝર્વ કરે છે.

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે, ગાંગુલીએ એ અહેવાલને ફગાવી દીધા હતા કે ચીફ સિલેક્ટર સંદીપ પાટીલે સચિન તેંડુલકરને 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ નિવૃત્તિ અંગે યોજના બનાવી લેવા માટે કહ્યું હોય. ગાંગુલીએ કહ્યું કે, આવું ચિંતન ભુતકાળમાં ખેલાડીઓ સાથે જેમકે રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને મારી સાથે થતું હતું, પરંતુ હું નથી માનતો કે બોર્ડ અને પાટીલે સચિનને કહ્યું હશે કે આ તેની અંતિમ મેચ છે.












Click it and Unblock the Notifications
