For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરારે ટેસ્ટમાં ઝિમ્બાવ્વે પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવ્યું

By Super
|
Google Oneindia Gujarati News

ઝડપી બોલર ચતારાની પાંચ વિકેટની મદદથી ઝિમ્બાવ્વેએ બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં પાંચમા દિવસે પાકિસ્તાનને 24 રનથી હરાવીને બે મેચની શ્રેણીને 1-1થી બરાબર કરી લીધી છે.

ચતારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરતા તેણે 61 રન આપીને પાંચ વિકેટ ઝડપી. પાકિસ્તાનના બેટ્સમેન ફરી એકવાર નિષ્ફળ રહ્યા અને સુકાની મિસબાહ ઉલ હકની અણનમ 79 રનની ઇનિંગ પછી પણ ટીમને નિષ્ફળતા હાથ લાગી હતી.

ઝિમ્બાવ્વેને 264 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ મિસબાહ અને ઓપનિંગ બેટ્સમેન ખુર્રમ મંજૂર(54)ની અડધી સદી પછી પણ 81 ઓવરમાં 239 રન પર ઓલાઉટ થઇ અને મેચ હારી ગઇ.

Zimbabwe
પાકિસ્તાનની ટીમ શનિવારે પાંચ વિકેટ પર 158 રનથી આગળ રમવા માટે મેદાન પર ઉતરી. ટીમને ઝડપથી દિવસનો પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ચતારાએ અદનાન અકમલ(20) રને એલબી આઉટ કર્યો હતો.

મિસબાહે ત્યારબાદ અબ્દૂર રહમાન(16) સાથે સાતમી વિકેટ માટે 34 રન જોડ્યા. તિનાશે પનયંગારાએ રહમાનને વિકેટકીપર રિચમંડ મુતમબામીના હાથે કેચાઉટ કરાવ્યો હતો. ચતારાએ સઇદ અજમલ(02)માં એલબી આઉટ કરીને પાકિસ્તાનની આઠમી વિકેટને ઝટકો આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની બે વિકેટ પણ ઝડપથી પડી ગઇ હતી.

નોંધનીય છે કે ટેસ્ટ રમનારા કોઇપણ દેશ વિરુદ્ધ આ ઝિમ્બાવ્વેની પાંચમી અને પાકિસ્તાન વિરુદ્ધ ત્રીજી જીત છે. ટીમે પોતાની છેલ્લી મોટી જીત 2000-01માં નોંધાવી હતી, ત્યારે તેણે ભારતને હરાવ્યું હતું.

English summary
Zimbabwe have recorded a landmark Test victory by beating Pakistan by 24 runs in Harare to draw the series 1 1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X