પત્ની સાથે માણો ભારતની આ સૌંદર્યતાને
શું તમને સ્વપ્ન જોવાનો શોખ છે? શું તમે હેરી પોટર શ્રેણીની ફિલ્મ જોઇને તેમની જાદૂઇ દુનિયામાં ખોવાઇ જાઓ છો. શું તમે ટ્વીલાઇટના એડવર્ડને પ્રેમ કરો છો? શું તમે મુંગેરીલાલની જેમ સુંદર સ્થળના સ્વપ્ન જોઇને ત્યાં જવાનું વિચારો છો? શું તમારી પાસે કોઇ એવી સ્ક્રેપબુક છે, જેમાં તમે તમારી યાત્રાની તસવીરોને સાચવીને રાખી હોય? શું તમે આખી દુનિયાની યાત્રા અને અનેક પ્રકારના ભોજન ખાવા શોખીન છો? આપણે બધા બધી ફેન્ટસીને પસંદ કરીએ છીએ, સ્કૂલ, કોલેજ, ઓફીસના થાક બાદ આપણે જ્યારે ઉંઘવા જઇએ છીએ, ત્યારે જરૂર આ પ્રકારના પ્રશ્નો અંગે વિચારીએ છીએ અને આ એ પ્રશ્નો છે, જેને વ્યક્તિ વિચારે નહીં તેવું ક્યારે બની શકે નહીં.
ટ્રાવેલિંગનો શોખ દરેક વ્યક્તિને હોય છે, દરેક વ્યક્તિના જીવનમાં બસ એ ઇચ્છા હોય છે કે તે અહિયાં જાય, તે ત્યાં જાય, આ કરવું, તે કરવું. જો તમે ભારતમાં છો અને તમને ફરવાનો શોખ છે તો આજે અમે જે જણાવવા જઇ રહ્યાં છીએ એ તમારા માટે છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે અમે તમને જણાવીશું એ ટ્રાવેલ એક્ટિવિટીઓ એંગે જેને તમારે 30ની ઉમર પાર કરતા કરતા અવશ્ય કરી લેવી જોઇએ.
તો ચાલો તસવીરો થકી જાણો આ સ્થળો અંગે અને પહોંચી જાઓ મિત્રો, પરિવાર અને પત્ની સાથે રજા ગાળવા.

દૂધસાગર ફોલની ટ્રેકિંગ
દૂધસાગર સુધી ટ્રેકિંગ કરવા માટે શરીર સ્વસ્થ હોવું ઘણું જ જરૂર છે. જો તમે દૂધસાગર સુધીની ટ્રેકિંગ પર જઇ રહ્યા છો તો આજથી વ્યાયામ શરૂ કરી દો. ટ્રેનથી દૂધસાગર જવાય છે, અહીં તમે પથરાળા રસ્તા પર ટ્રેક કરી શકો છો. આ એડવેન્ચરને તમે ક્યારેય ભૂલી નહીં શકો.

નીલગિરિ પર સાઇકલિંગ
પોતાની 24 સુંદર પર્વતમાળાના કારણે આજે નીલગિરિ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સ્વર્ગ સમાન છે. અહીં આવનારા માટે ટ્રેકિંગ એક સામાન્ય બાબત છે, તમે અહીં સાઇકલથી આ સ્થળની યાત્રા કરી શકો છો. તમને જે સુખ મળશે તેની કલ્પના શબ્દોમાં કરી શકાય તેમ નથી.

મનાલીથી લેહ સુધી બાઇકિંગ
મનાલીથી લેહ વચ્ચેના આ રૂટનો ઉલ્લેખ વિશ્વના સૌથી જટિલ રૂટોમા થાય છે. જો તમે કંઇક તુફાની અને ખાસ કરવા ઇચ્છો છો તો જીવનમાં એકવાર મનાલીથી લેહ વચ્ચે બાઇક ચલાવીને જુઓ. અમે તમને જણાવી દઇએ કે આ રુટ પર ગાડી ચલાવવીએ કંઇ બાળકના ખેલ નથી. તેના માટે ખાસ ટ્રેનિંગની જરૂર રહે છે, જો તમે અહીં બાઇક ચલાવવા માગતા હોવ તો ટ્રેનિંગ અવશ્યથી લેજો.

નદીને નિહાળો ક્રૂઝથી
ક્યારેક ક્યારેક વધુ રોમાંચ પણ બોર કરી શકે છે તો આ વખતે ખળ ખળ વહેતા પાણી સાથે કેટલોક સમય વિતાવો અને એક અલગ સુખનો આનંદ લો. તમે ક્રૂઝ પર ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓને નજીકથી જોઇ શકો છો.

ગોવામાં ક્વેડ બાઇકિંગ
ગોવામાં બીચ, બિયર, બ્યૂટી અને નાઇટ લાઇફ ઉપરાંત ઘણું બધુ છે. જો મતે ગોવામાં છો તો એકવાર ક્વેડ બાઇકિંગનો લુત્ફ અવશ્ય ઉઠાવો.

ઋષિકેશમાં રાફ્ટિંગ
અવાજ કરતી નદીઓ વચ્ચે એકલી નાવડી ચલાવવી એ પણ કોઇ સહેલું કામ નથી. જો તમે એક એડવેન્ચર ભરેલા ખેલનો આનંદ લેવા માગો છો તે ઋષિકેશ આવો અને જગાવો તમારી અંદર રહેલી એડ્વેન્ચરની આગને અને પહોંચી જાઓ રાફ્ટિંગ કરવા.

વાઘા બોર્ડર પર સેરેમની
આમ તો આને તમે ગમે તે સમયે જોઇ શકો છો, પરંતુ અમે તમને આ 30 વર્ષની ઉમરમાં જોવાની સલાહ આપીએ છીએ, કારણ કે તેને જોયા બાદ તમારી અંદર દેશ પ્રેમ વધી જશે. 1959થી લઇને આજ સુધી ભારતીય થલ સેના દ્વારા આ સેરેમનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કૂર્ગની સુંદરતા
જો તમે કૂર્ગની સુંદરતાને નીહાળવા માગો છો તો ઓછામાં ઓછા ત્રણ દિવસ અહીં રહેવું પડશે. આ સ્થળ અહીંની સુંદરતાના કારણે ઘણું જાણીતું છે. તમે જ્યારે અહીં જાઓ ત્યારે ત્યાની કોફી અવશ્ય પીઓ.

હિમાચલમાં માઉન્ટેન ક્લાઇમ્બિંગ
હમેશાથી માઉન્ટેન ક્લિાઇમ્બિંગ એ લોકો માટે ખાસ રહ્યું છે, જે એકલા ટ્રાવેલિંગ કરે છે. આજે હિમાચલ પ્રદેશ યાત્રા કરનારાઓનું સ્વર્ગ છે, હિમાચલ સરકાર આવનારા પર્યટકો માટે માઉન્ટેન ક્લાઇમ્બિંગના કોર્સ પૂરા પાડે છે.

નજીકથી નિહાળો ગ્રીન રૂટને
ભારતીય રેલ, પ્રવાસન અને તમારી યાત્રાને ઘણી સારી બનાવી દે છે અને આ ગ્રીન રૂટ પર કરવામાં આવેલી યાત્રા પણ એક એવી એક્ટિવિટી છે જેને તમે ક્યારેય ભૂલી નહી શકો. બેંગ્લોરથી મેંગ્લોર વચ્ચે તમારે 60 જેટલી સુરંગો મળશે. જો તમે આ રોમાંચ અને કુતુહલથી ભરેલી સુરંગોને જોવા માગો છો તો આ સુંરગો અને ગ્રીન રૂટની યાત્રા અવશ્ય કરો.












Click it and Unblock the Notifications
