ખોટાં ઉચ્ચારણના કારણે આ ગામ કહેવાયું આભાનેરી
આભાનેરી, જયપુર-આગરા રોડ પર જયપુરથી 95 કિમી દૂર સ્થિત છે. એ રાજસ્થાનના દૌસા જિલ્લાનું એક ગામ છે. જે પોતાના સીડીદાર કુઓના કારણે લોકો વચ્ચે ઘણું લોકપ્રીય છે. અહી સ્થિત ચંદ બાવરી પોતાના સુંદર વિશાળ સીડીદાર કુવાઓના કારણે હંમેશા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહે છે. એવુ માનવામાં આવે છેકે આભાનેરી ગામ સમ્રાટ મિહિર ભોજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતુ, જે એખ ગુર્જર પ્રતિહાર રાજા હતા.
મૂળ રૂપે આ ગામનું નામ આભા નગરી છે, જેનો અર્થ થાય છે, ચમકનું શહેર, પરંતુ સમયની સાથે અને લોકોના ખોટાં ઉચ્ચારણના કારણે આ ગામનું નામ આભાનેરી થઇ ગયું છે. શહેરની ચકમ અથવા આભાનગરીના રૂપમાં વિખ્યાત આ ગામની હાલત વર્તમાનમાં જીર્ણ-ક્ષીર્ણ છે, પરંતુ તેમ છતાં આ ગામ દર વર્ષે વિશ્વ ભરના લાખો પ્રવાસીઓની મોટી સંખ્યાને પોતાની તરફ આકર્ષિત કરે છે.
આભાનેરી પોતાની બાવરી માટે પ્રસિદ્ધ છે, જેનો ઉપયોગ ગરમીઓમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે કરવામાં આવતો હતો. અહી જેટલા પણ કુવા છે, તેમાં ચંદ બાવરી પોતાની સુંદર પથ્થરની વાસ્તુકળા માટે આવનારા પ્રવાસીઓમાં સૌથી વધારે લોકપ્રીય છે. જણાવવામાં આવે છેકે આ ભારતના સૌથી મોટા અને ઉંડા કુવાઓમાનું એક છે. અહી હર્ષત માતા મંદિર એક લોકપ્રીય પ્રવાસન સ્થળ છે, જે મધ્યયુગીન ભારતના અદભૂત સ્થાપત્ય વૈભવનો દાવો કરે છે. આ મંદિર હર્ષત માતાને સમર્પિત છે, જે ખુશી, હર્ષ અને ઉલ્લાષની દેવી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આભાનેરીને.

ચંદ બાવરી
આભાનેરીમાં આવેલી ચંદ બાવરી.

સુંદર કુવો
આભાનેરીમાં આવેલી ચંદ બાવરીનો સુંદર કુવો

સુંદર ચંદ બાવરી
આભાનેરીની સુંદર ચંદ બાવરી

સુંદર ચંદ બાવરી
આભાનેરીની સુંદર ચંદ બાવરી












Click it and Unblock the Notifications
