મહારાષ્ટ્રનું ગોવા કહેવાય છે આ નાનું અમથું ગામ

Posted By:
Subscribe to Oneindia News

રાયગઢ જિલ્લાના કોંકણ ક્ષેત્રમાં સ્થિત અલીબાગ, મહારાષ્ટ્રના પશ્ચિમી તટ પર આવેલું એક નાનું અમથુ શહેર છે. આ મુંબઇની પ્રસિદ્ધ મેટ્રો પાસે છે. અલીબાગનો અર્થ છે, અલીનો બાગ. કથણીઓ અનુસાર અલીએ અનેક કેરી અને નારિયેળના વૃક્ષ વાવ્યા હતા. 17મી સદીમાં બનેલા આ સ્થળની ઉન્નતિ શિવાજી મહારાજે કરી હતી. 1852માં તેને તાલુકો ઘોષિત કરવામાં આવ્યો. અલીબાગ, બેની ઇઝરાયલી યહુદીઓનું નિવાસ સ્થાન પણ રહી ચૂક્યું છે.

કોલાબાનો કિલ્લો એ વાતનો સાક્ષી છે કે મરાઠા સામ્રાજ્યે ભારતના આ ભાગ પર શાસન કર્યું હતું. આ કિલ્લો જે હાલના સમયે જીર્ણાવસ્થામાં છે, અલીબાગના તટથી સ્પષ્ટ દેખાય છે. પૂર્ણ જ્વાર દરમિયાન તમે આ કિલ્લાને જોઇ શકો છો. એક બીજો કિલ્લો છે, ખાંડેરીનો કિલ્લો જે અંદાજે 3 સદી જૂનો છે. પેશવા વંશમાં બનેલો આ કિલ્લો અંગ્રેજી શાસનકાળમાં અંગ્રેજોને સોંપી દેવામાં આવ્યો. કનકેશ્વર મંદિર અને સોમેશ્વર મંદિર એવા બે પ્રતિષ્ઠિત મંદિર છે, જે અહીં આવનારા તીર્થયાત્રીઓના મનમાં શ્રદ્ધા ભરી દે છે. આ બન્ને શાનદાર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ નાનું અમથુ શહેર આજે એક વ્યાપારિક કેન્દ્ર છે, જ્યારે અહીંના સ્થાનિક લોકો ખેતરો અને ઝુપડીઓમાં રહે છે.

મહારાષ્ટ્રનું ગોવા, ત્રણેય તરફથી પાણીથી ઘેરાયેલું હોવાના કારણે અલીબાગમાં ઘણા બધા સુંદર તટો છે, બધા તટોના કિનારે નારિયેળ અને સોપારીના વૃક્ષ હોવાના કારણે આખો વિસ્તાર કોઇ ઉષ્ણકટિબંધીય સમુદ્ર તટ જેવો લાગે છે. અહીંનું હવામાન ઘણું જ સોહામણું હોય છે અને તટ એકદમ ન અડેલા લાગે છે. અહીંની હવા પ્રદૂષણરહિત અને તાજી છે અને તટોનું દ્રશ્ય કોઇ સ્વર્ગ જેવું લાગે છે. તો ચાલો તસવીરોમાં જોઇએ અલીબાગને.

અલીબાગ

અલીબાગ

મહારાષ્ટ્રનું ગોવા કહેવાય છે અલીબાગ

સાંજનો નજારો

સાંજનો નજારો

સાંજે કંઇક આવું દેખાય છે મહારાષ્ટ્રનું અલીબાગ

કોલાબા કિલ્લો

કોલાબા કિલ્લો

અલીબાગમાં આવેલો કોલાબા કિલ્લો

કોલાબા ફોર્ટ

કોલાબા ફોર્ટ

મહારાષ્ટ્રમાં આવેલા અલીબાગનો કોલોબા કિલ્લો

English summary
A small town on the western coast of Maharashtra, Alibag lies in the Konkan region and belongs to the district of Raigad. It is close to the famous metro of Mumbai. Alibag is named after the Garden of Ali. Stories say that Ali planted a lot of mango and coconut trees.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.