ભોપાલ, ઝીલ અને રાજસી માયાનું શહેર
ભોપાલ, ભારતીય પ્રસિદ્ધ શહેર અને મધ્યપ્રદેશની રાજધાની તરીકે જાણીતું છે. ઝીલોના શહેરના રૂપમાં પ્રસિદ્ધ ભોપાલ, પૂર્વ સમયે ભોપાલ રિયાસતની રાજધાની પણ હતું. ભોપાલને દેશનું સૌથી સ્વચ્છ અને હર્યા-ભર્યા સ્થળોમાનું એક હોવાનું ગૌરવ પ્રાપ્ત છે.
ભોપાલ અને તેની આસપાસના ક્ષેત્રોમાં અનેક પ્રવાસન સ્થળ છે. કેવરા બંધ, ભોપાલના બહારના વિસ્તારમાં અહીંનું સૌથી પ્રસિદ્ધ પિકનિક સ્પોટ છે, જે શહેરનું સૌથી સુંદર દ્રશ્ય પ્રસ્તુત કરે છે. મનુબહનની ટેકરીઓ પણ અહીંનુ અન્ય એક પિકનિક સ્થળ છે, જે એક પર્વતીય ટેકરી પર સ્થિત હોવાના કારણે શહેરનું મનોરમ દ્રશ્ય પ્રસ્તુત કરે છે. પિકનિક સ્પોટ હોવાન ઉપરાંત અહીં જૈનોના ધાર્મિક સ્થળ પણ આવેલા છે.
શાહપુરા ઝીલ પણ ભોપાલના બહારી વિસ્તારમાં સ્થિત છે, જે ઝીલ સ્થાનિક લોકોની વચ્ચે ઘણી લોકપ્રીય છે, અહીં લોકો સાંજે અને સપ્તાહના અંતે ફરવા માટે અને પરિવાર સાથે સમય વિતાવવા માટે આવે છે. અહીં સ્થિત ગુફા મંદિર, ભગવાન શિવને સમર્પિત છે જે શહેરથી 7 કિમી દૂર આવેલું છે. ભોપાલમાં અનેક મહત્વપૂર્ણ ઐતિહાસિક ઇમારતોને પણ જોઇ શકાય છે, જેમાં કેટલાક ગૌહર મહલ, શૌકત મહલ, પુરાણા કિલ્લા અને સદર મંજિલ છે.
ભોપાલનું અતીત ઘણું આકર્ષક છે અને આ શહેરને રાજા ભોજ દ્વારા વર્ષ 1000-1055 વચ્ચે સ્થાપિત કરવામાં આવ્યા હતા. રાજા ભોજ, પરમાર વંશ સાથે સંબંધ ધરાવતા હતા. શહેરને આધુનિક ટચ દોસ્ત મુહમ્મદ ખાન દ્વારા 18મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેર પર નવાબોનું શાસન હતું અને હમીદુલ્લાહ ખાન, ભોપાલના અંતિમ શાસક હતા. ભોપાલની વાસ્તુકળા, સંગીત, ભોજપન, કળા, સંસ્કૃતિ અને પાકકળામાં મુગલ અને અફગાની પ્રભાવ સહેલાયથી જોઇ શકાય છે. આ શહેર ઔપચારિક રીતે એપ્રિલ 1949માં ભારત સંઘમાં વિલય કરી દેવામાં આવ્યું હતું અને એ સમયથી ભોપાલે દેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
ભોપાલ, ભારતના મનપસંદ પ્રવાસન સ્થળોમાનું એક છે અને દર વર્ષે હજારો લાખોની સંખ્યામાં પ્રવાસી અહીં ફરવા માટે આવે છે. શહેરની રોચક ઇતિહાસ અને મોર્ડન આઉટલુકનું મિશ્રણ, પ્રવાસનોને અહીં આવવા માટે ઉત્સુક કરે છે. આ ઉપરાંત, ભોપાલ એક આકર્ષક સ્થળ છે અને તેન મુલાકાત અવશ્ય લેવી જોઇએ. શહેરની ભૌગોલિક સ્થિતિ તેને પેન્થરનું ઘર બનાવે છે, જેને વન વિહાર નામક પ્રાકૃતિક વન્યજીવ પાર્કમાં પાળવામાં આવે છે. ઇતિહાસ પ્રેમી અહીંના પુરાતત્વ સંગ્રાહલય અને ભારત ભવનની સેર કરી શકે છે. જ્યારે ધાર્મિક લોકો બિરલા મંદિર, મોતી મસ્જિદ અને જામા મસ્જિદમાં પ્રાર્થના કરી શકે છે. કલા પ્રેમીઓ માટે ભોપાલમાં અનેક ખાસ સ્થળ છે, જેમાં ઐતિહાસિક સ્થળોથી લઇને સંગ્રહાલય અને મંદિર પણ સામેલ છે, આ તમામ સર્વોચ્ચ શિલ્પ કૌશલ જોવાલાયક છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ભારતના ઐતિહાસિક શહેર ભોપાલને.

અપર લેક
અપર લેકનું એક દ્રશ્ય

વન વિહાર
વન વિહારમાં વિહરી રહેલો પેન્થર

વન વિહારમાં મગરમચ્છ
ભોપાલમાં આવેલા વન વિહારમાં રાખવામાં આવેલો એક મગરમચ્છ

વન વિહારમાં હરણ
ભોપાલના વન વિહારમાં ફરી રહેલું હરણ

બિરલા મંદિર
ભોપાલમાં આવેલું બિરલા મંદિર(લક્ષ્મી નારાયણ મંદિર અને સંગ્રહાલય)

રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય
ભોપાલમાં આવેલું ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયની એક મૂર્તિકળા

ભોપાલનો ગૌહર મહેલ
ભોપાલના ગૌહર મહેલની તસવીર

તાજ ઉલ મસ્જિદ
ભોપાલમાં આવેલી તાજ ઉલ મસ્જિદનો તાજ

વિશાળ પ્રવેશ દ્વાર
ભોપાલમાં આવેલી તાજ ઉલ મસ્જિદ વિશાળ પ્રવેશ દ્વાર

ભારત ભવન
ભોપાલમાં આવેલું ભારત ભવન