આપના હનિમૂન કે ફેમિલી ટૂરને હૉટ બનાવશે આ હિલ સ્ટેશનો!
ટૂંક સમયમાં લોંગ વીકેંડ ફરીથી આપના દરવાજે નૉક નૉક કરવાનું છે. જેવી રજાઓ નજીક આવે છે તો એક સવાલ જે હંમેશા આપણને પરેશાન કરે છે, તે એ છે કે હવે આપણે રજા ગાળવા માટે કયું ડેસ્ટિનેશન પસંદ કરીશું.
હંમેશા એવું જોવા મળ્યું છે કે દરેક વ્યક્તિ પોતાના બજેટને ધ્યાનમાં રાખીને જ પોતાના પ્રવાસ અંગેની પ્લાનિંગ કરતો હોય છે. પોતાના ટ્રાવેલ દરમિયાન દરેક વ્યક્તિ એવું વિચારતો હોય છે કે જ્યાં પણ તે જઇ રહ્યા હોય ત્યાં ઓછામાં ઓછા બજેટમાં વધારેમાં વધારે એન્જોય કરી શકીએ.
આ જ ક્રમમાં આજે અમે આ લેખ દ્વારા મહારાષ્ટ્રના એ હિલ સ્ટેશનોથી પરિચિત કરાવવા જઇ રહ્યા છીએ જે આપને આપના ટ્રાવેલ પ્લાનિંગમાં મદદરૂપ થશે. અત્રે નોંધનીય છે કે આ હિલ સ્ટેશન જ્યાં એક તરફ ખૂબ જ સુંદર છે તો બીજી તરફ તે અન્યોની સરખામણીએ ખૂબ જ સસ્તા પણ છે.
આવો તસવીરોમાં જોઇએ મહારાષ્ટ્રના આ સુંદર હિલ સ્ટેશન...

મહાબળેશ્વર
મહાબળેશ્વર જ્યાંની હરિયાળી આપને મંત્રમુગ્ધ કરી દેશે.
ફોટો કર્ટસી: Nishanth Jois

માથેરાન
મહારાષ્ટ્રમાં માથેરાન એક સૌથી નાનું, સૌથી વધારે પ્રસિદ્ધ અને અદભૂત હિલ સ્ટેશન છે.
ફોટો કર્ટસી: Jayesh Patil

ભંડારદારા
ભંડારદારાથી લેવામાં આવેલી આ એક અત્યંત મોહક સુંદર તસવીર.
ફોટો કર્ટસી: Elroy Serrao

ચિખાલદારા
ચિખાલદારાનું એક સુંદર તળાવની સુંદર તસવીર.
ફોટો કર્ટસી: Hrishikesh Mahajan

માલશેઝ ઘાટ
માલશેઝ ઘાટનું એક મનોરમ દ્રશ્ય.
ફોટો કર્ટસી: I for Detail

પંચગની
પંચગનીમાં સૂર્યાસ્તનું એક દ્રશ્ય.
ફોટો કર્ટસી: Aman Deshmukh

ઝૌહર
મહારાષ્ટ્રના ઝૌહરમાં ઝરણામાં નહાઇ રહેલા લોકો.
ફોટો કર્ટસી: Abhishek Kumar

અંબોલી
અંબોલી, મહારાષ્ટ્ર રાજ્યમાં લગભગ 7000 કિમી.ની ઊંચાઇ પર બનેલું એક સુંદર અને નાનકડું હિલ સ્ટેશન છે.
ફોટો કર્ટસી: Elroy Serrao

પન્હાલા
પન્હાલામાં સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય.
ફોટો કર્ટસી: Rohit Gowaikar

ખંડાલા
ખંડાલા એ મહારાષ્ટ્રીયનો માટે રજાઓ ગાળવાનું સૌથી સુંદર સ્વર્ગ સમાન સ્થળ છે.
ફોટો કર્ટસી: Alosh Bennett

તોરણમાલ
તોરણમાલ તરફ જતો એક રસ્તો.
ફોટો કર્ટસી: Cool_Spark

ઇગતપુરી
ઇગતપુરીની એક મંત્રમુગ્ધ કરી દેતી ઘાટી.
ફોટો કર્ટસી: Kashif Pathan

કર્જત
કર્જત તરફ જતો એક શાંત માર્ગ.
ફોટો કર્ટસી: The Road Ahead

લવાસા
લવાસાની સુંદર પહાડિયોની તસવીરો.
ફોટો કર્ટસી: Sarath Kuchi

લોનાવાલા
લોનાવાલાની એક ક્યારેય નહીં ભૂલાઇ તેવી સવાર
ફોટો કર્ટસી: Arun P

વાઇ
વરસાદમાં ભીંજાયા બાદ કંઇ આવું દ્રશ્ય સર્જાય છે વાઇમાં.
ફોટો કર્ટસી: Solarisgirl












Click it and Unblock the Notifications
