For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના એવા શહેરો કે જે કહેવાયા ક્લિનેસ્ટ સિટીઝ

|
Google Oneindia Gujarati News

આપણે બધા એકદમ સ્વચ્છ વિસ્તારમાં રહેવાનું પસંદ કરીએ છીએ. તેની પાછળના અનેક કારણ છે, સ્વચ્છતા હોય ત્યાં માંદગી દસ્તક આપતી નથી, સ્વચ્છ સ્થળેથી આપણને હંમેશા હકારાત્મક તરંગો વહેતી હોવાનો ભાસ થાય છે. સ્વચ્છ સ્થળોએ પહોંચતા જ આપણે જાણે કે એક અલૌકિક સ્થળે પહોંચી ગયા હોઇએ તેવો આભાસ પણ થાય છે. એટલા માટે જ શહેરમાં રહેતા લોકો પણ પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે તે માટે યથાયોગ્ય પગલાં ભરતા રહે છે.

સરકાર પણ શહેર સ્વચ્છ અને બહારથી આવીને વસ્તા લોકો અથવા તો પ્રવાસીઓમાં પોતાની એક અનોખી અને અલાયદી છાપ છોડે તે માટે સ્વચ્છતા પર ભારણ મુકે છે, જોકે દરેક શહેરમાં આ યોજનાઓ કારગર સાબિત થતી નથી. વિશ્વના અનેક શહેરો એવા છે, જ્યાં સ્વચ્છતા જાળવવા માટે જોઇએ તેવા પગલાં ભરવામાં આવતા નથી અથવા તો જનતા અને સરકાર દ્વારા પણ બેદરકારી દાખવવામા આવે છે, તો કેટલાક સ્થળોની સ્વચ્છતાની નોંધ માત્ર જેતે શહેરોના દેશોએ જ નહીં પરંતુ વિશ્વએ પણ નોંધ લીધી છે અને આ શહેરોને વિશ્વના સૌથી સ્વચ્છ શહેરો ગણાવ્યા છે, તો ચાલો તસવીરો થકી આવા શહેરો પર નજર ફેરવીએ.

ઓસલો, નોર્વે

ઓસલો, નોર્વે

ઓસલો નોર્વેનું બિઝી અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. આ શહેર હર્યા ભર્યા વિસ્તારો, પાર્ક, લેક અને ગાર્ડન માટે જાણીતું છે.

બ્રિસબેન, ઓસ્ટ્રેલિયા

બ્રિસબેન, ઓસ્ટ્રેલિયા

બ્રિસબેનમાં 2.04 મિલિયન વસ્તી છે અને આ શહેરને ક્લિનેસ્ટ સિટી કહેવામાં આવે છે. ભેજવાળું હવામાન અને આરામદાયક વાતાવરણ માટે જાણીતું છે. તેમજ આ શહેરને સિક્યોર સિટી પણ કહેવામાં આવે છે.

પેરિસ, ફ્રાન્સ

પેરિસ, ફ્રાન્સ

પેરિસને શોપિંગ અને ફેશન લવર્સનું હબ કહેવામાં આવે છે. ફ્રાન્સનું શહેર પેરિસ ક્લિન કાર્પેટેડ રોડ્સ, વેલ ઓર્ગેનાઇઝેશન ટ્રાફિક સિસ્ટમ અને સુંદર થીમ પાર્ક્સ માટે જાણીતું છે.

ફ્રેઇબર્ગ, જર્મની

ફ્રેઇબર્ગ, જર્મની

જો તમે જર્મનીમાં નવા છો અને તમારો અમુક સમય તમે કોઇક ફ્લાવરી સિટીમાં ગ્રીન હિલ્સ સાથે વિતાવવા માગો છો તો ફ્રેઇબર્ગથી શ્રેષ્ઠ શહેર એકપણ નથી. આ શહેર ફ્રેશ ગ્રાસ ગાર્ડન, પાર્ક્સ, સુંદર રોડ અને વૃક્ષ તથા ઇકોફ્રેન્ડલી એનવાયર્નમેન્ટ માટે જાણીતા છે.

લંડન, યુનાઇટેડ કિંગડમ

લંડન, યુનાઇટેડ કિંગડમ

લંડનને યુકેનું સુંદર અને વિકસિત શહેર કહેવામાં આવે છે, જોકે આ શહેર ત્યાંના સુંદર અને સ્વચ્છ રસ્તાઓ અને તાજા હવામાન માટે પણ જાણીતું છે. તમે અહી મ્યુઝિયમ, થીમ પાર્ક્સ, કલ્ચરલ આકર્ષણની મુલાકાત લઇ શકો છો.

સિંગાપોર

સિંગાપોર

સિંગાપોરએ શ્રેષ્ઠ, વ્યસ્ત અને ક્લિનેસ્ટ એશિયન સિટી છે. અહી બિઝી લાઇફની સાથે મનોરંજન પમાડે તેવી અનેક પ્રવૃત્તિઓ પણ થતી જોવા મળે છે અને તમે તેનો ભાગ બની શકો છો. અહી તમિલ, મલય અને અંગ્રેજી ભાષાનો મુખ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે.

વેલિંગટન, ન્યુઝીલેન્ડ

વેલિંગટન, ન્યુઝીલેન્ડ

વેલિંગટનની અંદાજિત વસ્તિ 5.66 મિલિયન છે. આ ન્યુઝીલેન્ડનું જાણીતું શહેર છે. અહી તમે થીમ અને જંગલ પાર્ક, મ્યુઝિયમની સાથોસાથ આરામદાયક હવામાન, ગ્રીન રોડ્સની મજા માણી શકો છો.

કોબે, જાપાન

કોબે, જાપાન

કોબે જાપાનનું શ્રીમંત અને વેલ્થિ શહેર છે. આ શહેર સૌથી વધું વસ્તી ધરાવે છે અને અનેકવિધ રીતે પ્રવાસીઓને આકર્ષિત કરતું શહેર છે. કોબેમાં રહેવું એટલે કોઇપણ પ્રવાસીનું સ્વપ્ન સાકાર થવા જેવી વાત છે.

ન્યુયોર્ક, યુએસએ

ન્યુયોર્ક, યુએસએ

ન્યુયોર્ક એ અમેરિકાનું અદ્ભુત શહેર છે. આ શહેરની અંદાજિત વસ્તી 1.7 મિલિયન છે. આ શહેર મ્યુઝિયમ, પાર્ક્સ, રેસ્ટોરાં, હોટલ અને મોટા શોપિંગ સેન્ટર માટે જાણીતું છે.

હેલસિંકી-ફિનલેન્ડ

હેલસિંકી-ફિનલેન્ડ

હેલસિંકીએ ફિનલેન્ડનું સૌથી વૈવિધ્ય ધરાવતું શહેર છે. અહી તમને ગ્રીન માઉન્ટેન, હિલ પ્રદેશો, મ્યુઝિયમ અને બીચ પોઇન્ટ મળી જશે, જે આ શહેરને એક શ્રેષ્ઠ પ્રવાસી આકર્ષણ બનાવે છે. આ શહેરની વસ્તી અંદાજે 7.8 મિલિયનની આસપાસ છે.

English summary
Here is the list of Cleanest Cities in The World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X