ગોવાનો શાંત અને મન મોહી લે તેવો કોલવા બીચ
પ્રસિદ્ધ કોલવા બીચ, દક્ષિણી ગોવાના એક જિલ્લામાં સ્થિત છે. ઉત્તરીય ગોવાના બીચોથી વિપરીત, કોલવા બીચ ઘણો જ શાંત છે અને અહીં વિખેરાયેલી પ્રાચીન સફેદ રેતી, ફોટોગ્રાફી માટે એક ખેલના મેદાન જેવું છે. 24 કિ.મી. લાંબા કોલવા બીચ, વિશ્વના સૌથી લાંબા બીચોમાનું એક છે. જ્યાં દક્ષિણી ગોવામાં પાર્ટીઓ અને નાઇટ ક્લચરનું ચલણ નથી, અહીં કેટલાક સારા રેસ્ટોરાં અને હોટલ છે. કોલવા કેટલાક પ્રસિદ્ધ હોટલ શ્રેણીઓ અને ઇમારતો પાસે છે.
ઓક્ટોબરના અંતમાં પ્રવાસી, ગોવાના આ ભાગમાં પ્રસિદ્ધ કોલવા ચર્ચ જોવા માટે આવે છે. અહીં થનારા ઉત્સવોમાં અનેક સ્થાનિક લોકો ભાગ લે છે અને કોલવા બીચ આવવાનો આ સૌથી સારો સમય છે. કોલવાથી પ્રવાસી, કાબો ડિ રામા કિલ્લા સુધી સહેલાયથી જઇ શકે છે, જે પૂર્વ પોર્ટૂગીઝ સમયનો કિલ્લો છે અને સાથે જ ગોવાનો સૌથી જૂનો કિલ્લો છે. કોલવા બીચ સુધી તમે બાઇક પર પણ જઇ શકો છો. આ શહેરના કેન્દ્રમાં 140 કિ.મી. દૂર છે અને ટેક્સી ડ્રાઇવર આ રસ્તાને સારી રીતે જાણે છે. કોલવા બીચ, મારગાઓ રેલવે સ્ટેશન નજીક છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ કોલવા બીચને.

કોલવા બીચ
ગોવાનો સુંદર કોલવા બીચ

કોલવા બીચનું સાંજનું દ્રશ્ય
ગોવામાં આવેલા કોલવા બીચનું સાંજનું દ્રશ્ય

દરિયા કિનારે ઉભેલી નાવડીઓ
ગોવાના કોલવા બીચના કિનારે ઉભેલી નાવડીઓ

બીચનું શાંત દ્રશ્ય
ગોવાના કોલવા બીચનું એક શાંત દ્રશ્ય

દિલકશ કોલવા બીચ
ગોવાના કોલબા બીચનો દિલકશ નજારો

પ્રવાસીઓથી ભરેલો કોલવા બીચ
પ્રવાસીઓથી ભરેલો ગોવાનો કલવા બીચ

કોલવા બીચની અન્ય એક તસવીર
ગોવામાં આવેલા કોલવા બીચની અન્ય એક તસવીર












Click it and Unblock the Notifications
