For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળની સ્ટીલ સિટી કહેવાય છે આ શહેર

By Super
|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળ માટે મુખ્યમંત્રી ડો. વિધાન ચંદ્રએ પાડોસી રાજ્યોને પ્રતિસ્પર્ધા કરવા માટે એક વિશાળ સ્ટીલ સિટીની પરિકલ્પના કરી હતી. જેના પરિણામ સ્વરૂપ દુર્ગાપુરનો જન્મ થયો. સમય સાથોસાથ દુર્ગાપુર સ્ટીર ઉત્પાદનને કેન્દ્રથી એક વિકસિત શહેર અને પછી ચર્ચિત પ્રવાસન સ્થળ બની ગઇ. રાજ્યની વચ્ચોવચ સ્થિત દુર્ગાપુરમાં મોટી સંખ્યામાં રજાઓ ગાળવા માટે લોકો આવે છે. આ શહેર રાજ્યના અન્ય શહેરોની જેમ જ રોમાંચથી ભરી દેશે.

એક ઔદ્યોગિક શહેર હોવા ઉપરાંત દુર્ગાપુરમાં એક પ્રવાસન સ્થળ છે. અહીં તમને અનેક સુંદર પાર્ક અને ગાર્ડન જોવા મળશે. બર્નપુરના મોહન કુમારમંગલમ પાર્ક અને નહેરુપાર્ક તેમાનું એક છે. આ ઉપરાંત વિષ્ણુપુર, જયદેવ કેંડુલી અને રહરેશ્વર શિવ મંદિર અહીંના મુખ્ય ધાર્મિક સ્થળો છે. પશ્ચિમ બંગાળના અન્ય નાના શહેરોની જેમ મોલ કલ્ચરે દુર્ગાપુરમાં પણ દસ્તક આપી છે. ડ્રીમપ્લેક્સ દુર્ગાપુરનો પહેલો મોલ હતો અને ત્યારબાદ ત્યાં અનેક મોલ ખુલ્યા છે. મોટાભાગના મોલમાં તમને પ્રતિષ્ઠિત બ્રાન્ડનું ઉત્પાદ અને મલ્ટીપ્લેક્સ મળી જશે. જેમાં હોલીવુડ અને બૉલીવુડની નવી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે.

મોહન કુમારમંગલમ પાર્ક હળવાશનો સમય વિતાવવાનું એક શ્રેષ્ઠ સ્થળ છે. જો કે, દુર્ગાપુર પ્રવાસન વિભાગે હવે તેને અમ્યૂજમેન્ટ પાર્કનું રૂપ આપી દીધું છે. અહીં તમે બાળકોને રાઇડ કરતા જોઇ શકો છો. ઉપરાંત અહીં બોટિંગ સહિત કેટલીક અન્ય ફન એક્ટિવિટી માટે પણ આ એક આદર્શ સ્થળ બની ગયું છે. મોહન કુમારમંગલમને માનવ નિર્મિત ઝીલના આ ક્ષેત્રના સૌથી ઝેરીલા સાંપ પણ મળી આવે છે. દુર્ગાપુર આવતા પ્રવાસી બકરેશ્વર પણ જાય છે, જ્યાં એક પ્રાકૃતિક ગરમ પાણીના ઝરણા અને એક પ્રસિદ્ધ મંદિર છે.

સ્ટીલ સિટી હોવાની સાથોસાથ દુર્ગાપુરમાં એક રાષ્ટ્રીય સ્તરની એન્જીનીયરિંગ કોલેજ પણ છે. આ કારણે શહેરમાં છાત્રોની મોટી ભીડ જોવા મળે છે. ખાસ કરીને સાંજના સમયે ગલીઓમાં એન્જીનીયરિંગ છાત્ર તમને જોવા મળશે. શહેરના રેસ્ટોરાં અને ભોજનાલય કેટલાક શાનદાર સ્વાદિષ્ટ ભોજનો માટે જાણીતા છે. પશ્ચિમ બંગાળના અન્ય શહેરોની જેમ દુર્ગાપુરમાં પણ અનેક ખેલ ગતિવિધિઓ થાય છે. નેહરુ સ્ટેડિયમ, એએસપી સ્ટેડિયમ અને શહીદ ભગતસિંહ સ્ટેડિયમ જેવા કેટલાક ફૂટબોલ અને ક્રિકેટના સ્ટેડિયમમાં ખેલોને પંસદ કરનારા લોકોનો જમાવડો લાગેલો રહે છે.

દુર્ગાપુર પ્રકૃતિને નજીકથી અનુભવવા માટે પણ એક આદર્શ સ્થળ છે. અહીંના લોકોમાં નાનું શહેરી રહેણી-કહેણી જોવા મળે છે. પ્રવાસી જો ઇચ્છે તો વિશાળ ભારતીય સ્ટીલ ઉદ્યોગ અંગે પણ જાણી શકે છે. રાજ્યના બીજા શહેરોથી દુર્ગાપુર સહેલાયથી પહોંચી શકાય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરને.

ટ્રાઇકા પાર્ક

ટ્રાઇકા પાર્ક

દુર્ગાપુરમાં આવેલું ટ્રાઇકા પાર્ક

સુહત્તા મોલ

સુહત્તા મોલ

દુર્ગાપુરમાં લોકોનું આકર્ષણ બનેલું સુહત્તા મોલ

સ્ટીલ પ્લાન્ટ

સ્ટીલ પ્લાન્ટ

દુર્ગાપુરમાં આવેલું સ્ટીલ પ્લાન્ટ

રંધિયા

રંધિયા

દુર્ગાપુરમાં પ્રવાસન આકર્ષણ તરીકે ઉભરેલું રંધિયા

વોટર વર્ક

વોટર વર્ક

દુર્ગાપુરમાં કરવામાં આવી રહેલું વોટર વર્ક

હોસ્પિટલ

હોસ્પિટલ

દુર્ગાપુરમાં આવેલી સુવિધાપુર્ણ હોસ્પિટલ

સુંદર ગાર્ડન

સુંદર ગાર્ડન

દુર્ગાપુરમાં આવેલું સુંદર ગાર્ડન

વહેતું પાણી

વહેતું પાણી

દુર્ગાપુરનો આ નજારો પ્રવાસીનું મન મોહી લે છે

દુર્ગાપુર શહેર

દુર્ગાપુર શહેર

દુર્ગાપુર શહેરની ઉપરથી લેવામાં આવેલી તસવીર

ઇચ્છાઇ મંદિર

ઇચ્છાઇ મંદિર

દુર્ગાપુરમાં આવેલું ઇચ્છાઇ મંદિર

English summary
Dr. Bidhan Chandra Roy, the second Chief Minister of West Bengal envisaged a steel city, a giant industrial town to compete with the neighbouring states which lead to the creation and development of Durgapur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X